સંપૂર્ણપણે વેક્સિનેટેડ થઈ ચુકેલા અમેરિકનોને બાઈડને કહ્યું, હવે માસ્કની જરૂર નથી
(જી.એન.એસ)વોશિંગ્ટન,તા.૨૮
કોરોના મહામારીના સંકટનો બહુ ખરાબ રીતે સામનો કરી ચુકેલા અમેરિકામાં હવે સ્થિતિ સામાન્ય બની રહી છે. અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓના કહેવા પ્રમાણે સંપૂર્ણપણે વેક્સિનેટેડ થઈ ચુકેલા અમેરિકનોએ ભારે ભીડ સિવાયની જગ્યાઓએ માસ્ક પહેરવાની જરૂર નથી. અનેક અમેરિકનોએ કોરોના સંક્રમણમાં પોતાનો જીવ ગુમાવ્યો છે પરંતુ હવે અમેરિકાની સ્થિતિ સુધરી રહેલી જણાય છે. વેક્સિનેશન બાદ અમેરિકામાં બધુ પહેલા જેવું બની રહ્યું છે. અમેરિકાની પ્રમુખ સ્વાસ્થ્ય સંસ્થા સીડીસીએ સ્પષ્ટપણે કહ્યું છે કે, સંપૂર્ણપણે વેક્સિનેશન કરાવી ચુક્યા હોય તેવા અમેરિકનોએ અજાણ્યા લોકોની ભારે ભીડ હોય તેવા સ્થળોને છોડીને અન્ય જગ્યાએ માસ્ક પહેરવાની જરૂર નથી. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને પણ ટ્વીટમાં લખ્યું હતું કે, ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ સામેની લડાઈમાં આપણે જે અસાધારણ પ્રગતિ કરી છે, તેના કારણે ઝ્રડ્ઢઝ્રએ આજે મોટી જાહેરાત કરી છે. બાઈડને લખ્યું હતું કે, ‘જાે તમે સંપૂર્ણપણે વેક્સિનેશન કરાવી ચુક્યા છો તો તમારે ભીડભાડવાળી જગ્યા છોડીને બાકીની જગ્યાએ માસ્ક લગાવવાની આવશ્યકતા નથી. તમારા અને તમારી આજુબાજુના લોકોનો જીવ બચાવવા માટે વેક્સિનેશન જરૂરી છે.’