દાહોદ જિલ્લામાં આજે વધુ ૧૨૦ કોરોના પોઝીટીવ : વધુ ૦૯ના મોત
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસો હવે તો ૧૦૦ની ઉપર નોંધાઈ રહ્યાં છે. રોજેરોજ દાહોદ જિલ્લામાં ૧૦૦ ઉપરાંત કોરોના કેસો સામે આવી રહ્યાં છે. સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે જે એક ચિંતાનો વિષય છે ત્યારે આજે પણ કેસોની સંખ્યા વધી ૧૨૦ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે જ્યારે ૦૯ દર્દીઓના મોત નીપજ્યાં છે પરંતુ વધતા કેસોની સામે સાજા થતાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં લોકો મહદઅંશે રાહત અનુભવી રહ્યાં છે.
આર.ટી.પી.સી.આર.ના ૧૩૧૫ પૈકી ૮૪ અને રેપીટ ટેસ્ટના ૧૮૪૦ પૈકી ૩૬ મળી આજે કુલ ૧૨૦ કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યાં છે. આ ૧૨૦ પૈકી દાહોદ અર્બનમાંથી ૧૯, દાહોદ ગ્રામ્યમાંથી ૨૬, ઝાલોદ અર્બનમાંથી ૦૭, ઝાલોદ ગ્રામ્યમાંથી ૨૩, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૨, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૪, લીમખેડામાંથી ૦૪, સીંગવડમાંથી ૦૨, ગરબાડામાંથી ૧૦, ધાનપુરમાંથી ૦૮, ફતેપુરામાંથી ૧૩ અને સંજેલીમાંથી ૦૩ કેસ નોંધાયાં છે. આજે વધુ ૦૯ દર્દીઓએ જીવ ગુમાવતાં દાહોદ જિલ્લામાં કુલ મૃત્યુઆંક ૨૩૩ ને પાર થઈ ચુંક્યો છે પરંતુ વધતાં કોરોના કેસોની સામે સાજા થતાં દર્દીઓની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. આજે એકસાથે ૭૯ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૫૦૨૩ને પાર થઈ ચુંક્યો છે.