દાહોદના ઐતિહાસિક છાબ તળાવમાં અસંખ્ય માછલીઓના બેદી મોતને પગલે ખળભળાટ મચ્યો
દાહોદ તા.૨૯
દાહોદ શહેરના ઐતિહાસિક છાબ તળાવ ખાતે અસંખ્ય માછલીઓના મોતને પગલે પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ માછલીઓ કયાં કારણોસર મૃત્યુ પામી તેનું સાચું કારણ હાલ જાણી શકાયું નથી પરંતુ હાલ જ્યારે કોરોના વૈશ્વિક મહામારીનો દૌર ચાલી રહ્યો છે ત્યારે આવા સમયે માછલીઓના ભેદી મોતને પગલે નગરજનોમાં અનેક ચર્ચાઓએ પણ જાેર પકડ્યું છે.
એક તરફ કોરોના કાળ ત્યારે બીજી તરફ દાહોદ શહેરમાં આજના બનેલ બનાવને પગલે સૌ કોઈને અચંબામાં મુકી દીધા છે. આજે દાહોદ શહેરમાં આવેલ ઐતિહાસિક છાબ તળાવ ખાતે અસંખ્ય માછલીઓ કોઈક કારણોસર ટપોટપ મોતને ભેટતાં આશ્ચર્ય ફેલાયું છે. સવારની આ ઘટનાને પગલે અવર જવર કરતાં લોકો અને તળાવ પાસેથી પસાર થતાં લોકોએ તળાવમાં આ મૃત માછલીઓના દ્રશ્યો જાેતા એક ક્ષણે સ્તબ્ધ થઈ ગયાં હતાં. આ ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં ફેલાતાં લોકો તળાવ તરફ ઘસી ગયાં હતાં. માછલીઓ કયાં કારણોસર મૃત્યુને ભેટી હશે? તે સવાલ હજુ પણ લોકોને સતાવી રહ્યો પરંતુ જ્યારે હાલ કોરોના મહામારી ચાલી રહી છે અને આવા સમયે છાબ તળાવમાં અસંખ્ય માછલીઓના મોતને પગલે અનેક તર્ક વિતર્ક સહિત લોકોમાં ફફડાટ પણ ફેલાતો જાેવા મળ્યો હતો. અસંખ્ય માછલીઓના ભેદી મોતને પગલે લાગતા વળગતાં તંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરી તાતી જરૂરીયા બની રહી છે.