દાહોદમાં આજે બીજા દિવસે પણ તંત્રના ધામા : બે દુકાનો સીલ : માસ્ક વગર ફરતાં લોકો દંડાયા
દાહોદ તા.29
દાહોદ શહેરમાં આજરોજ બીજા દિવસે પણ દાહોદ નગરપાલિકા અને પોલીસની ટીમે શહેરમાં ધામા નાખી કોરોના guidelineનું પાલન ન કરતા દુકાનદારો તેમજ માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી કરી બે જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી અને દંડ ફટકારવામાં આવ્યો હતો ત્યારે ઘણા વિસ્તારોમાં અડચણરૂપ થતાં દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા.
ગઈકાલે દાહોદ નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમે શહેરના સ્ટેશન રોડ ખાતે કોરોના guidelineનું પાલન ન કરતા અને જાહેરનામાના ભંગ બદલ વેપારીઓ સામે લાલ આંખ કરી એક દુકાને સીલ કરવામાં આવી હતી અને બે જેટલા વેપારીઓની અટક પણ કરવામાં આવી હતી ત્યારે આજે બીજા દિવસે પણ પોલીસ અને નગરપાલિકાની ટીમ દ્વારા કોરોના guidelineના ભંગ બદલ બે દુકાનોને સીલ કરવામાં આવી હતી. માસ્ક વગર ફરતા તેમજ કામ વગર આંટાફેરા મારતા વ્યક્તિઓ વિરુદ્ધ પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી વધુમાં શહેરમાં આવેલ ઘણા વિસ્તારોમાં અડચણરૂપ થતા દબાણોને દૂર પણ કરવામાં આવ્યા હતા. જાણવા મળ્યા અનુસાર, દરેક વેપારીઓ પોતાના ટેસ્ટ કરાવી સર્ટિફિકેટ સાથે રાખવું નહીંતર તેમની વિરુદ્ધ પણ આવતીકાલથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ પાલિકા અને પોલીસ તંત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે. પોલીસ અને દાહોદ નગરપાલિકા દ્વારા બે અલગ – અલગ ટીમો બનાવી શહેરમાં આવી કામગીરી કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહીની સાથે માસ્કનું વિતરણ કરતા જોવા મળ્યા હતા.