ઝાલોદ મા પિતા પુત્ર ને ટ્રક ચાલકે માર મારતા ઠુંઠીકંકાસીયા ગામે ચકાજામ
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લામાં દિનપ્રતિદિન ખાન ખનીજ રેત માફિયાઓનો ત્રાસ વધવા પામ્યો છે અને તે બાબતે તંત્ર જાણે છે કે કેમ? તે ખબર નથી પરંતુ જા જાણીને અજાણ બનતુ હોય તો આ ખનીજ માફિઓને ખુલ્લો દોર મળી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે ખનીજ રેત માફિયાઓએ ઝાલોદના એક વેપારીના પુત્ર સહિત બેને અગમ્યકારણોસર ઢોર માર માર્યાેનો બનાવ સામે આવ્યો છે અને જેને પગલે ઝાલોદના વેપારી વર્ગ સહિત નગરજનોએ ખનીજ માફિઓની આવી લુખ્ખી દાદાગીરીના પગલે ઝાલોદ ઠુંઠીકંકાસીયા ગામે નજીક ભગીરથ સોસાયટી આગળ રસ્તા ઉપર ચક્કાજામ કરી ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે સુત્રોચ્ચાર કરી ભારે હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વેપારી સહિત ગ્રામજનોને સમજાવટ તજવીજ હાથ ધર્યાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં રેતી ખનીજ માફિયાઓ તેમજ તેની ચાલતી ટ્રકોનો બેફામ વધારો થયો છે અને ખનીજ માફિયાઓની દાદાગીરીઓ પણ વધવા માંડી છે અને ગેરકાયદેસર રેતી રેતી ભરેલ ટ્રોક બે રોકટોક તંત્રની નજર રહેમ હેઠળ આ સમગ્ર કામકાજ ચાલતુ હોય તેમ પ્રતિત થઈ રહ્યુ છે અને જેને કારણે આડે આવતા અને તેનો વિરોધ કરતા સામાન્ય માણસને આ ખનીજ માફિયાઓ નિશાન લેતા હોય છે. આવો જ એક બનાવ ઝાલોદ નગરમાં બનવા પામ્યો છે જેમાં ઝાલોદ નગરના એક વેપારીના પુત્ર સહિત બે જણાને ખનીજ માફિયાઓએ અગમ્ય કારણોસર ઢોર માર માર્યાેનો બનાવ સામે આવ્યો છે અને જેને પગલે ઝાલોદ નગરના વેપારીવર્ગ સહિત નગરજનોમાં ખનીજ માફિયાઓ સામે ભારે આક્રોશ પણ ફેલાવા પામ્યો છે. આ સંદર્ભે આજરોજ આક્રોશ ભર્યા વલણમાં આવેલ વેપારી વર્ગ સહિત ગ્રામજનોએ ઝાલોદના ઠુંઠીકંકાસીયા ગામ નજીક આવેલ ભગીરથ સોસાયટી તરફ જતા રસ્તા પર ચક્કાજામ કરી ખનીજ માફિયાઓનો આક્રોશ સાથે આકરો વિરોધ કર્યાે હતો અને ભારે સુત્રોચ્ચાર પણ કરી રેત ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે અને વેપારી સહિત ગ્રામજનોને શાંત પાડવાની કોષીશ પણ કરી રહ્યા છે.