દાહોદ જિલ્લામાં વધુ ૧૧૮ કોરોના પોઝીટીવ : ૧૧ના મોત
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લામાં આજે વધુ ૧૧૮ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આજે વધુ ૧૧ દર્દીઓના મોતને પગલે હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે વધતાં કોરોના પ્રકોપને કારણે જિલ્લામાં ચિંતાના વાદળો છવાઈ ગયાં છે.
આર.ટી.પી.સી.આર.ના ૧૨૨૪ પૈકી ૯૨ અને રેપીટ ટેસ્ટના ૬૪૨ પૈકી ૨૬ મળી આજે કુલ ૧૧૮ કોરોના કેસો નોંધાયાં છે. આ ૧૧૮ પૈકી દાહોદ અર્બનમાંથી ૨૬, દાહોદ ગ્રામ્યમાંથી ૧૭, ઝાલોદ અર્બનમાંથી ૦૪, ઝાલોદ ગ્રામ્યમાંથી ૧૭, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૧, લીમખેડામાંથી ૦૨, ગરબાડામાંથી ૧૭, ધાનપુરમાંથી ૦૭, ફતેપુરામાંથી ૨૫ અને સંજેલીમાંથી ૦૨ કેસનો સમાવેશ થયો છે. આજે ૧૧ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવતાં દાહોદ જિલ્લામાં કોરોનાથી કુલ મૃત્યુંઆંક ૨૪૪ ને પાર થઈ ગયો છે. આજે વધુ ૭૯ લોકો કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે વધતાં કેસોની સામે એક્ટીવ કેસોની સંખ્યામાં પણ તોતિંગ વધારો જાેવા મળી રહ્યો છે. એક્ટીવ કેસોની સંખ્યા વધીને ૮૭૬ ને પાર પહોંચી ગઈ છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનો કુલ આંકડો ૫૧૪૧ને આંબી ગયો છે. વધતાં કોરોના કેસોને પગલે જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો છે. જિલ્લાના સરકારી હોસ્પિટલો સહિત ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓનો રાફડો ફાટી રહ્યો છે. લોકો જ્યાં જુઓ ત્યા માસ્ક વગર અને સોશીયડલ ડિસ્ટન્સ જાળવ્યાં વગર આમ તેમ આટા ફેરા મારતાં પણ નજરે પડી રહ્યાં અને જેને પગલે છેલ્લા ત્રણ – ચાર દિવસથી એક્શનમાં આવેલ પાલિકા તંત્ર અને પોલિસ તંત્ર દ્વારા લોકોને દંડ પણ ફટકારી રહી છે અને સાથે જ બીન જરૂરીયાતવાળી દુકાનદારો સામે પણ લાલ આંખ કરી રહી છે અને દુકાનોને સીલ મારવાની કાર્યવાહી પણ કરી રહી છે.