માત્ર એક મહિનામાં દેશમાં ૪૫ હજારથી વધુના મોત : બેકાબુ કોરોના, એક જ દિવસમાં ૩.૮૭ લાખ નવા કેસ, ૩૫૦૧ના મોત


(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૩૦
ભારતમાં કોરોના સંક્રમણનો કહેર રોકાવવાનું નામ નથી લેતું. માત્ર એક મહિનાની અંદર ૪૫ હજારથી વધુ કોરોના સંક્રમિતોએ જીવ ગુમાવ્યાં છે. હજું પણ આ કહેર રોકાવવાનું નામ નથી લેતી. કોરોનાના સંક્રમિતથી રોજ ત્રણ હજારથી વધુ લોકોના મૃત્યુ થઇ રહ્યાં છે. ગુરૂવારેને કોરોના વાયરસ સંક્રમણના તમામ રેકોર્ડ ૩૮૬,૮૮૮ કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમણા કુલ કેસની સંખ્યા વધીને ૧,૮૭,૫૪,૯૮૪ થઇ ગઇ છે. ગત થોડા દિવસોથી સ્થિતિ ચિંતાજનક બનેલી છે. સરકાર કોરોના સામે મુકાબલો કરવા માટે વેક્સીનેશન પર ભાર મુકી રહી છે. પરંતુ રસીની અછતથી આ શકય બની શક્યું નથી.
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટના અનુસાર દેશમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા ૩૦ લાખને પાર પહોંચી ગઇ છે. મોતના આંકડાની વાત કરીએ તો ગુરૂવારે ૩૫૦૧ લોકોના જીવ કોરોનાને લીધે ગયો છે. આ સાથે જ ઘાતક બિમારીના મૃતકોની સંખ્યા ૨,૦૮,૩૧૩ પહોંચી ગઇ છે. જાેકે બુધવારે આંકડા સાથે તુલના કરીએ તો ગુરૂવારે થોડી જાેવા મળી હતી. બુધવારે ૨૪ કલાક દરમિયાન ૩૬૪૭ લોકોના મોત થયા હતા અને ગુરૂવારે આ આંકડો ઘટીને ૩૫૦૧ પર પહોંચી ગયો.
દેશમાં સારવાર લઇને રહેલા દર્દીઓની સંખ્યા ૩૧,૬૪,૮૨૫ થઇ ગઇ છે જે સંક્રમણના કુલ કેસના ૧૬.૭૯ ટકા છે. જ્યારે કોવિડ ૧૯ થી સ્વસ્થ્ય થનાર રાષ્ટ્રી દર ઘટીને ૮૨.૧૦ ટકા પર પહોંચી ગયો છે. તો બીજી તરફ સંક્રમણથી થનાર મોતનો દર ઘટીને ૧.૧૧ ટકા થઇ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના દર્દીઓની સંખ્યા ગત વર્ષે ઓગસ્ટના ૨૦ લાખ પાર કરી ગઇ હતી અને ત્યારબાદ આ આંકડો સતત વધી રહ્યો છે.
દેશમાં નોધાઇ રહેલા નવા કેસમાં સૌથી વધુ કેસ ૭૭૧ મોત મહારાષ્ટ્રમાં થયા, ત્યારબાદ દિલ્હીમાં ૩૯૫, છત્તીસગઢમાં ૨૫૧, ઉત્તર પ્રદેશમા૬ ૨૯૫, કર્ણાટકમાં ૨૭૦, ગુજરાતમાં ૧૮૦, ઝારખંડમાં ૧૪૫, પંજાબમાં ૧૩૭, રાજસ્થાનમાં ૧૫૮, ઉત્તરાખંડમાં ૮૫ અને મધ્ય પ્રદેશમાં ૯૫ લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધી કુલ ૨,૦૮,૩૧૩ મોતમાંથી ૬૭,૯૮૫ મહારાષ્ટ્રમાં, ૧૫૭૭૨ દિલ્હીમાં, ૧૫,૩૦૬ કર્ણાટકમાં, ૧૩,૯૩૩ તમિલનાડુમાં, ૧૨,૨૩૮ ઉત્તર પ્રદેશમાં, ૧૧,૨૪૮ પશ્વિમ બંગાળમાં, ૮૯૦૯ પંજાબમાં અને ૮૩,૧૨ લોકોના છત્તીસગઢમાં મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!