દાહોદ જિલ્લામાં વધુ ૧૧૯ કોરોના પોઝીટીવ : વધુ ૦૯ના મોત
દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લામાં આજે વધુ ૧૧૯ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આજે વધુ ૦૯ દર્દીઓએ કોરોનાથી પોતાના જીવ ગુમાવતાં કુલ મૃત્યુઆંક ૨૭૨ને પાર થઈ ચુંક્યો છે. વધતાં કોરોના કેસોને પગલે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને પ્રજાલક્ષી જાહેરનામાં પણ બહાર પાડી રહી છે.
આર.ટી.પી.સી.આર.ના ૧૦૩૪ પૈકી ૭૭ અને રેપીટ ટેસ્ટના ૧૪૪૪ પૈકી ૪૨ મળી આજે કુલ ૧૧૯ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ ૧૧૯ પૈકી દાહોદ અર્બનમાંથી ૧૮, દાહોદ ગ્રામ્યમાંથી ૦૯, ઝાલોદ અર્બનમાંથી ૦૩, ઝાલોદ ગ્રામ્યમાંથી ૧૨, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૬, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૧૫, લીમખેડામાંથી ૦૬, સીંગવડમાંથી ૦૬, ગરબાડામાંથી ૧૯, ધાનપુરમાંથી ૧૧, ફતેપુરામાંથી ૧૧ અને સંજેલીમાંથી ૦૩ કેસો નોંધાયાં છે. દાહોદ જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધવા માંડ્યો છે. દરરોજ કોરોનાથી દર્દીઓ મૃત્યુ પામી રહ્યાં છે. આ ચિંતાનો વિષય છે. આજે વધુ ૦૯ દર્દીઓએ કોરોનાથી પોતાની જીવ ગુમાવ્યો હતો. વધતાં કેસોની સામે રાહતના પણ સમાચાર મળી રહ્યાં છે. આજે એકસાથે ૧૦૭ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે એક્ટીવ કેસની સંખ્યા વધીને ૮૫૧ ને પાર થઈ ચુંક્યો છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૫૪૪૭ ને પહોંચી ગયો છે.