ઝાલોદ તાલુકાના વગેલા ગામે સરપંચ દ્વારા ગ્રાંટના નાણાંમાંથી ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ
ઝાલોદ, તા.ર૦
ઝાલોદ તાલુકાના વગેલા ગામે સરપંચ દ્વારા ગ્રાંટના નાણાંમાંથી તળાવ પર બનાવવામાં આવેલ ધોબીઘાટના કામમાં માત્ર માટી પુરી અને સાધારણ માલ ગલાવીને કામ પુર્ણ કર્યાના આક્ષેપો સાથે સરકારી નાણાંનો દુરઉપયોગ કરી પોતાના ખિસ્સા ભરી ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો સાથે આજરોજ આ બાબતે સરપંચ સામે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગણી સાથે વગેલા ગામના ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી દાહોદને લેખિતમાં અરજી આપી હતી.
આપવામાં આવેલ અરજીમાં જણાવ્યા અનુસાર,વગેલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા પાણીયા ફળીયામાં ૩ દિવસ અગાઉ તળાવ પર પંચાયત દ્વારા ધોબીઘાટ પાણીયા ગામના લોકોની જાણ બહાર બે દિવસમાં ધોબીઘાટના નવ(૯) ટપા બનાવીને તેમાં માત્ર માટી પુરીને ઉપર સાધારણ માલ લગાવીને કામ પુર્ણ કરેલ છે. જે ગામ લોકોને જાણ થતા સ્થળ પર જઈને જાતા પગથીયામાં ખાડો ખોદીને જાતા તેમાંથી માટી નીકળેલ છે. અને તે બાબતે આખા ગામના લોકોની હાજરીમાં વિડીયો પણ બનાવેલ છે.
આ બાબતે વગેલા સરપંચને પુછતા ઉશ્કેરાયને બીલકુલ નફ્ફટ જવાબ આપેલ છે. અને તમારાથી થાય તે કરી લો. એમ કહેલ છે. આ વાતચીત પછી ગત રાત્રીના રોજ સરપંચના માણસો રાત્રે આવીને ધોબીઘાટને તોડી નાખેલ છે. જે વિધિત થાય.
ઉપર જણાવેલ આ વિગત સંદર્ભે આપ સાહબે દ્વારા રૂબરૂ ચકાસણી કરીને ઘટતા પગલા લેવા અને ગુનેગારને ઉપર કાર્યવાહી કરવા કરવાની માંગણી કરી હતી અને તપાસ કરી સરપંચ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સેવા સદન,દાહોદ ખાતે ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.