દાહોદ શહેરમાં કોરોના ગાઈડ લાઈનના ભંગ બદલ પાલિકા દ્વારા આઠ દુકાનો સીલ
દાહોદ તા.૩
દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના દિનપ્રતિદિન વકરી રહ્યો છે ત્યારે એક્શનમાં આવેલ નગરપાલિકા ટીમ અને પોલીસ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી દાહોદમાં કોરોના ભંગ બદલ વેપારીઓ સામે લાલ આંખ કરી દુકાનો સીલ કરવામાં આવી રહી છે ત્યારે આજે એકસાથે આઠ દુકાનોને સીલ કરી દેતા ચકચાર મચી જવા પામી છે.
કોરોના સામે લડવા માટે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર તેમજ નગરપાલિકા એક જૂથ થઈ સઘન કામગીરી કરી રહી છે અને જિલ્લાની પ્રજાને પણ આ કોરોનાની લડાઈમાં સાથ સહકાર આપવા વિનંતીઓ સહિત અપીલ પણ કરાઈ રહી છે. ખાસ કરીને દાહોદ શહેરમાં સ્વૈચ્છિક lockdownની જાહેરાત પણ કરવામાં આવી છે અને આ lockdownમાં માત્ર દવાઓની દુકાનો, કરીયાણાની દુકાન અને ફળ ફ્રૂટની દુકાનોને સમય મર્યાદા સુધી છૂટછાટ આપવામાં આવી છે પરંતુ ઘણા બિનજરૂરી દુકાનદારો તેમજ વેપારીઓ તંત્રને સાથ અને સહકાર ન આપી અને પોતાની મરજી ચલાવી દુકાનો ખુલ્લી રાખતાં પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને અગાઉ કેટલીક દુકાનોને કોરોના guidelineના ભંગ બદલ શીલ પણ કરવામાં આવી હતી ત્યારે આજે દાહોદ શહેરની આઠ જેટલી વધુ દુકાનોને સીલ કરી દેવાતા લોભિયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ આઠ દુકાનો પૈકી સ્ટેશન રોડની 6 દુકાનનો સમાવેશ થાય છે અને એમ.જી.રોડની બે દુકાનો. સીલ કરવામાં આવેલ 8 દુકાનો પૈકી ખુશ્બુ ફેશન સેલ,હુંતેબ ટ્રેડીંગ કુ., ક્રિષ્ના કોમ્યુનિકેશન,જાની મોબાઈલ,ભાગ્યલક્ષ્મી કંગન સ્ટોર, ફેન્સી કંગન સ્ટોર, નિર્મલ ફેશન અને સોનારા ઈમીટેશન આ સીલ કરવામાં આવેલ દુકાનોનો સમાવેશ થાય છે.