સંજેલી પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેક્ટરને બે જણાએ કોલર પકડી હુમલો કરતાં પોલીસમાં ફરિયાદ

દાહોદ તા.૦૪

દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં બે જણાએ સરપંચ હોવાનો રૂઆબ ઝાડી પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેક્ટર સાથે ફરિયાદ લેવા મામલે ઝઘડો તકરાર કરી પોલીસ સબ ઈન્સ્પેક્ટરનો કોલર પકડી માર મારતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ સંબંધે ફરિયાદ દાખલ થતાં પોલીસે બંન્ને જણાની અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંજેલી નગરમાં રહેતા ધર્મરાજકુમાર ચંપકલાલ રાઠોડ અને પ્રફુલભાઈ ચંપકલાલ રાઠોડ આ બંન્ને જણા ગત તા.૦૨ મેના રોજ સંજેલી પોલીસ મથકે આવ્યાં હતાં અને હાજર પોલીસ સબ ઈન્સ્પેક્ટર સાથે ઝઘડો તકરાર કરી કહેવા લાગેલ કે, તું પી.એસ.આઈ હોય તો તારા ઘરનો, હું ગામનો સરપંચ છું અને રાજકારણ સાથે સંકળાયેલ છું, મારા હાથ ઘણા લાંબા છે, તું મારી ફરિયાજ કેમ જાતેથી લેતો નથી, તેમ કહી બંન્ને એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને બેફામ ગાળો બોલી પોલીસ સબ ઈન્સ્પેક્ટરના શર્ટનો કોલર પકડી, શર્ટના બટન તોડી નાંખ્યાં હતાં અને હુમલો કરી માર માર્યાે હતો. આ વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી વાઈરલ કરી કરવાનું કહી વીડીયોગ્રાફી કરવાની કોશિશ કરતાં આ બંન્ને જણા પકડાઈ ગયાં હતાં.
આ સંબંધે સંજેલી પોલીસ દ્વારા ઉપરોક્ત બંન્ને જણાની અટકાયત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: