દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ અભિયાન, ૩ લાખથી વધુ લોકોએ લીધો લાભ


દાહોદ તા.૬

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા વેક્સિનેશન અભિયાન સારી રીતે ચાલી રહ્યું છે. જિલ્લામાં ત્રણ લાખથી પણ વધુ નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જયારે હેલ્થ કેર કોરોના વોરિર્યસને ૯૮ ટકા સ્ટાફને વેક્સિન આપી દેવામાં આવી છે. ઉપરાંત ફ્રન્ટલાઇન કોરોના વોરિર્યસ એવા ૯૨ ટકાથી વધુ સ્ટાફને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. ૬૦ થી વધુ ઉંમરના વડીલો તેમજ ૪૫ થી વધુ ઉંમરના કોમોરબીડ હોય તેવા ૯૬.૭૨ ટકા લોકોને વેક્સિન આપવામાં આવી છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ ૩૦૬૪૮૯ લોકોને આપી દેવામાં આવ્યો છે. જયારે વેક્સિનનો બીજો ડોઝ ૧૭૨૪૫૦ લોકોએ લઇ લીધો છે. હેલ્થ કેર કોરોના વોરિર્યસની વાત કરીએ તો ૧૨૬૮૩ કર્મચારીઓને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. જયારે ફ્રન્ટલાઇન કોરોના વોરિર્યસ તરીકે જોખમી કામગીરી કરતા ૧૫૬૫૪ કર્મચારીઓને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. પ્રાયોરીટી એજ ગ્રુપ એટલે કે ૬૦ થી વધુ ઉંમરના વડીલો અને ૪૫ થી વધુ ઉંમરના કોમોરબીડ હોય તેવા ૧૪૪૧૧૩ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને ૬૭૧૯૪ લોકોને વેક્સિનનો બીજો ડોઝ અપાયો છ
આ ઉપરાંત ૧ એપ્રીલથી શરૂ કરવામાં આવેલા ૪૫ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાના અભિયાનમાં અત્યાર સુધીમાં કુલ ૧૩૪૦૨૨ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હોય તેની વિગતો તાલુકા પ્રમાણે જોઇએ તો દાહોદમાં ૧૨૦૩૦ લોકોને, ગરબાડામાં ૮૨૫૬ લોકોને, ધાનપુરમાં ૨૬૯૭ લોકોને, દેવગઢ બારીઆમાં ૧૧૬૭૭ લોકોને, ફતેપુરા તાલુકામાં ૬૮૧૦ લોકોને, લીમખેડામાં ૩૧૮૬ લોકોને, ઝાલોદમાં ૧૩૭૪૯ લોકોને, સંજેલીમાં ૩૯૩૪ લોકોને અને સીંગવડમાં ૪૮૫૫ લોકોને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. આ નવે તાલુકાઓમાં ૭૬૯૧૯ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપ્યો છે અને નિયત સમયે બીજો ડોઝ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: