કોરોના મહામારી સંદર્ભે દાહોદ શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું

દાહોદ તા.૦૮
દાહોદ જિલ્લામાં કોરોનાનો કેર યથાવત છે ત્યારે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કલેક્ટરને સંબોધતું એક આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા, ઓક્સિજનની વ્યવસ્થા, વેન્ટીલેટરની વ્યવસ્થા, ટેસ્ટીંગ કીટોની અછતની પુરતી, રેમડેસીવર ઈન્જેક્શનની વ્યવસ્થા, વેક્સીનેશનની વ્યવસ્થા તેમજ હોસ્પિટલમાં પુરતાં પ્રમાણમાં સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે તે માટે કલેક્ટરને વિનંતી કરવામાં આવી હતી. વધુમાં જાણવા મળ્યા અનુસાર, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના આદેશ અનુસાર, આજે શનિવારના રોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો, કાર્યકરો દ્વારા દાહોદની પ્રાંત ઓફિસની સામે હાલની સરકારી નિતી રીતીના વિરોધમાં ધરણાં પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબબુ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના અણધડ વહીવટ, સંકલનનો અભાવ અને ખોટી નિતીઓને કારણે લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં છે. ગુજરાતમાં હાલમાં પણ સ્થિતિ ખુબજ ગંભીર છે જે બાબતે હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં બેડની વ્યવસ્થા, હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં ઓક્સિજનની વ્યવસ્થા, હોસ્પિટલમાં પુરતા વેન્ટીલેટરની વ્યવસ્થા, આર.ટી.પી.સી.આર. ટેસ્ટ માટે કીટની વ્યવસ્થા, રેમડેસીવર તથા અન્ય ઈન્જેક્શન અને દવાઓની વ્યવસ્થા, વેક્સીનેશન કાર્યક્રમ માટે પુરતા ડોઝની વ્યવસ્થા અને હોસ્પિટલોમાં મેડીકલ, પેરા મેડીકલ સ્ટાફની પુરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. વધુમાં આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના આદેશ અનુસાર, હાલની કોરોનાની કહેરની પરિસ્થિતીમાં લોકોને ઓક્સિજન, બેડ અને રેમડેસીવર ઈન્જેક્શન નથી મળતાં અને કાળા બજારીએ માઝા મુકી છે. આવા સંજાેગોમાં સરકારની જવાબદારી લોકોને સુવિધા ઉપલબ્ધ કરાવવાની હોય છે પરંતુ લોકો આજે ખુબજ હાડમારી ભોગવી રહ્યાં છે. આ બાબતે સરકાર આયોજન કરે તે માટે આજરોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા દાહોદની ગડી ફોર્ટ રોડ પર આવેલ પ્રાંત ઓફિસની સામે કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: