દાહોદ જિલ્લામાં વધુ ૭૯ કોરોના પોઝીટીવ : વધુ ૦૫ના મોત

દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતાં જિલ્લાવાસીઓએ રાહતનો દમ લીધો છે ત્યારે આજે ૭૯ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે બીજી તરફ આજે ૦૫ દર્દીઓએ કોરોથી જીવ ગુમાવ્યાં છે.
આર.ટી.પી.સી.આર.ના ૧૪૧૦ પૈકી ૬૨ અને રેપીટ ટેસ્ટના ૩૬૦ પૈકી ૧૭ મળી આજે કુલ ૭૯ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ ૭૯ પૈકી દાહોદ અર્બનમાંથી ૧૪, દાહોદ ગ્રામ્યમાંથી ૦૪, ઝાલોદ અર્બનમાંથી ૦૧, ઝાલોદ ગ્રામ્યમાંથી ૧૯, દેવગઢ બારીઆ અર્બનમાંથી દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૯, લીમખેડામાંથી ૦૩, સીંગવડમાંથી ૦૧, ગરબાડામાંથી ૦૯, ધાનપુરમાંથી ૦૪, ફતેપુરામાંથી ૦૮ અને સંજેલીમાંથી ૦૫ કેસનો સમાવેશ થાય છે. ઘટતાં કેસોની સાથે રાહતના સમાચાર એ પણ છે કે, દાહોદ જિલ્લામાં કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. આજે એકસાથે ૧૧૬ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે એક્ટીવ કેસની સંખ્યા પણ ઘટીને ૭૮૭ પર પહોંચી છે. દાહોદ જિલ્લામાં આજે વધુ ૦૫ દર્દીઓના કોરોનાથી મોત નીપજતાં જિલ્લામાં કુલ મૃત્યુઆંક ૩૧૧ ને પાર પહોંચી ગઈ છે. દાહોદ જિલ્લામાં હવે મંથર ગતિએ કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે અને આશા છે કે, આવનાર દિવસોમાં કોરોનાના કેસો ઘટવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.

