દાહોદ જિલ્લામાં કોરોનાના ઘટતા કેસોને પગલે જિલ્લાવાસીઓમાં રાહત ઃ આજે ૭૫ કોરોના પોઝીટીવ

દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો જાેવા મળ્યો છે. આજે ૭૫ કોરોના પોઝીટીવ કેસો નોંધાતાં મહદઅંશે જિલ્લાવાસીઓએ રાહતનો દમ લીધો છે. ધીમે ધીમે કોરોના સંક્રમણનો વ્યાપ દાહોદ જિલ્લામાં ઓછો થતો પણ જાેવા મળી રહ્યો છે અને સાથે સાથે સાજા થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે.
આર.ટી.પી.સી.આર.ના ૧૩૧૬ પૈકી ૪૩ અને રેપીટ ટેસ્ટના ૧૧૫૭ પૈકી ૩૨ મળી આજે ૭૫ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ ૭૫ પૈકી દાહોદ અર્બનમાંથી ૧૪, દાહોદ ગ્રામ્યમાંથી ૦૫, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૩, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૫, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૧૭, લીમખેડામાંથી ૦૨, સીંગવડમાંથી ૦૩, ગરબાડામાંથી ૦૫, ધાનપુરમાંથી ૦૩, ફતેપુરામાંથી ૧૬ અને સંજેલીમાંથી ૦૨ કેસ નોંધાયાં છે. આજે વધુ ૦૨ દર્દીઓએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવતાં દાહોદ જિલ્લામાં કોરોનાથી કુલ મૃત્યુંઆંક ૩૨૦ને પાર થઈ ગયો છે. રાહતના સમાચાર એ છે કે, દાહોદ જિલ્લામાં સાજા થતાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે એકસાથે ૧૦૭ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે એક્ટીવ કેસોની સંખ્યા ૭૧૩ પર પહોંચી છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૬૩૪૧ ને પાર થઈ ગયો છે.
