કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા દાહોદ ઝાયડસની મુલાકાતે પહોંચ્યાં
દાહોદ તા.૧૨
દાહોદ શહેરની ઝાયડસ હોસ્પિટલ ખાતે આજરોજ માજી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તેમજ માજી વિરોધ પક્ષના નેતા અર્જુન મોઢવાડિયા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન હોસ્પિટલની કામગીરી અને વ્યવસ્થા બાબતે સંતોષ વ્યક્ત કર્યાે હતો. આ મુલાકાતમાં દાહોદના કોંગ્રેસના અગ્રણીઓ પણ અર્જુન મોઢવાડીયા સાથે જાેડાયાં હતાં.
અર્જુન મોઢવાડિયાએ બપોરના સમયે દાહોદની ઝાયડસ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યાં હતાં તેઓની સાથે ધારાસભ્ય દાહોદના વજેસિંહ પણદા, ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. અર્જુન મોઢવાડિયાએ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત કરી હતી અને તેઓની સાથે વાતચીત કરી તેઓના ખબર અંતર પણ પુછ્યાં હતાં. આ બાદ તેઓએ ઝાયડસ હોસ્પિટલના સ્ટાફગણો તેમજ મેનેજમેન્ટ સાથે પણ મુલાકાત કરી બેઠક કરી હતી. આ બેઠકમાં હોસ્પિટલની સુવિધા વિશે ચર્ચા વિચારણ કરવામાં આવી હતી જેમાં પ્રેઝન્ટેશન મારફતે હોસ્પિટલની સુવિધા સહિત અન્ય કામગીરીનું નીરીક્ષણ કર્યું હતું. ઝાયડસ હોસ્પિટલની સેવાથી અર્જુન મોઢવાડિયાએ સંતોષ વ્યક્ત કર્યાે હતો અને બાદમાં તેઓ ત્યાંથી રવાના થયાં હતાં. સમગ્ર મુલાકાત શાંતિપુર્મ માહોલમાં સંપન્ન થઈ હતી.