પેટ્રોલ – ડિઝલના ભાવમાં ફરી એકવાર વધારોઃ ભોપાલમાં પેટ્રોલ ૧૦૦ને પાર


(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૨
સરકારી ઓઈલ કંપનીઓએ આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલની કિંમત ૨૨થી ૨૫ પૈસા વધી છે તો ડીઝલની કિંમતમાં ૨૪થી ૨૭ પૈસાનો વધારો થયો છે.
મધ્ય પ્રદેશના ભોપાલમાં તો પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર કરી ગયો છે. ભોપાલમાં આજે પેટ્રોલમાં થયેલ ભાવ વધારા બાદ પેટ્રોલનો ભાવ ૧૦૦.૦૮ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. જ્યારે પ્રીમિયમ પેટ્રોલનો ભાવ ૧૦૩.૬૨ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે.
જાેવામાં આવે તો કેટલાક રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પૂરી થયા બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમત સતત વધી રહી છે. બુધવારે દિલ્હીમાં પેટ્રોલ ૯૨.૦૫ રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગુયં છે જ્યારે ડીઝલ ૮૨.૬૧ રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે.
વિતેલા બે મહિનાથી દેશના અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી હતી. માટે વિતેલા મહિને ક્રૂડ ઓઈલમાં વૈશ્વિક સ્તેર ભાવ વધવાં છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો ન હતો. જાેકે વચ્ચે ક્રૂડ ઓઈલ સસ્તું થયા બાદ ચાર ભાગમાં પેટ્રોલ ડીઝલની કિંમત ઘટી હતી. ત્યારે પેટ્રોલ ૭૭ પૈસા પ્રતિ લિટર સસ્તું થયું હતું. હવે તેની કિંમતમાં વધવાની શરૂ થઈ છે. ચૂંટમી બાદ સાત દિવસમાં જ પેટ્રોલ ૧.૬૮ પૈસા પ્રતિ લિટર મોંઘું થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!