દાહોદ જિલ્લામાં વધુ ૮૫ કોરોના પોઝીટીવ : વધુ ૦૨ના મોત
દાહોદ તા.૧૩
દાહોદ જિલ્લામાં આજે ૮૫ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આજે વધુ ૦૨ દર્દીઓના કોરોનાથી મોત નીપજતાં જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૩૨૨ ને પાર વટાવી ગયો છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ ન ફેલાય તેની તકેદારીને ધ્યાનમાં લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાત્રી કફ્ર્યું સહિતનું જાહેરનામું પણ લંબાવવામાં આવ્યું છે.
આર.ટી.પી.સી.આર.ના ૧૬૯૪ પૈકી ૫૨ અને રેપીટ ટેસ્ટના ૧૦૯૨ પૈકી ૩૩ મળી આજે કુલ ૮૫ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ ૮૫ પૈકી દાહોદ અર્બનમાંથી ૧૩, દાહોદ ગ્રામ્મમાંથી ૧૦, ઝાલોદ અર્બનમાંથી ૦૩, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૯, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૨, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૬, લીમખેડામાંથી ૦૮, સીંગવડમાંથી ૦૨, ગરબાડામાંથી ૧૦, ધાનપુરમાંથી ૦૨, ફતેપુરામાંથી અને સંજેલીમાંથી ૦૯ કેસ સામે આવ્યાં છે. આજે વધુ ૧૦૭ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે બીજી તરફ એક્ટીવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જાેવા મળ્યો છે. એક્ટીવ કેસની સંખ્યા ૬૮૯ રહેવા પામી છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૬૪૨૬ ને પાર થઈ ગયો છે.