દાહોદ રૂરલ પોલીસ મથકે મુસ્લિમ અગ્રણીઓ સાથે શાંતી સમિતિની બેઠક યોજાઈ

દાહોદ તા.૧૩
હાલ રમઝાનનો પવિત્ર માસ ચાલતો હોય અને બીજી તરફ કોરોના મહામારી ત્યારે આજરોજ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા હિતેશ જાેયસના માર્ગદર્શન હેઠળ કોરોના સંક્રમણ ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે મુસ્લિમ અગ્રણીઓ સાથે દાહોદ રૂરલ પોલીસ મથકના પીએસઆઈની ઉપસ્થિતીમાં શાંતી સમીતિની બેઠક સાથે મીટીંગ યોજવામાં આવી હતી અને આ મીટીંગમાં ઘરમાં જ રહી નમાજ પઢવા બાબતે મુસ્લીમ અગ્રણીઓને અપીલ કરવામાં આવી હતી.

દાહોદમાં વધતા સંક્રમણને ધ્યાને લઇ અને દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જાેઇસરના માર્ગદર્શન હેઠળ કોરોનાં સંક્રમણ વધુ ન ફેલાય એવા હેતુસર આજરોજ દાહોદના મુસ્લિમ અગ્રણીયો સાથે દાહોદ રૂરલ પોલીસ મથકે એક શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં દાહોદમાં મુસ્લિમ સમાજના અગ્રણીયો દાહોદ રૂરલ પોલીસ મથકે આવ્યાં હતાં. રૂરલ પોલીસ સ્ટેશનના પીસએસઆઈ મહેન્દ્રસિંહ ડામોર સાથે શાંતિ સમિતિની બેઠલ યોજી હતી જેમાં પીએસઆઈ મહેન્દ્રસિંહ ડામોર દ્વારા મુસ્લિમ સમાજના અગ્રણીઓને જણાવવામાં આવ્યું હતું કે, દાહોદમાં કોરોનાં સંક્રમણના કેસો વધુ પ્રમાણમાં નોંધાઈ રહ્યાં છે આવતીકાલે ઈદ હોય તે સમયે ભીડભાળ હોવાના કારણે કોરોનાં સંક્રમણ ફેલાવવાનો ભય છે જેથીને ઘરમાં રહી નમાજ પઢવા અને ઈદની ઉજવણી ઘરમાં જ રહી કરવાની અપીલ કરવામાં આવી હતી. આ અંગે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આ બાબતનું ધ્યાન રાખવાનું અને ઘરમાંજ રહી નમાજ તેમજ ઈદની ઉજવણી કરવાનું આશ્વાસન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: