કોરોનાની બીજી લહેરનો સામનો કરવામાં ભારત સદંતર નિષ્ફળ : ભારતે ઉતાવળમાં દેશને અનલોક કર્યો : કોરોના સંકટ પર ડો.ફૌસી
(જી.એન.એસ.)વોશિંગ્ટન,તા.૧૩
અમેરિકન સંસદમાં રજુઆત કરતાં અમેરિકાના ચેપી રોગચાળા નિષ્ણાત ડો. ફૌસીએ જણાવ્યું કે દેશમાં કોરોના રોગચાળો સમાપ્ત થઈ ગયો છે એવી ખોટી ધારણાથી તમામ લોકડાઉન અને સાવચેતી ખોલી દેવાની ઉતાવળ કરવાથી ભારતમાં આજે ભયાનક સ્થિતિ સર્જાઈ છે. કોરોનાના અભૂતપૂર્વ બીજા વેવનો સામનો કરવામાં ભારત સરિયામ નિષ્ફળ ગયો છે. પરિણામે ભારતમાં સંખ્યાબંધ રાજ્યોમાં હોસ્પિટલોમાં આરોગ્ય કર્મચારીઓની ભારે અછત છે, વેક્સિન, ઓક્સિજન, દવાઓ અને બેડની અભૂતપૂર્વ અછત સર્જાઈ ગઈ છે.
ભારત આવી કફોડી સ્થિતિમાં એટલા માટે મુકાઈ ગયો છે કે કોરોનાનો પ્રથમ વેવ પુરો થતાં ભારતે ખોટી રીતે ધારી લીધું કે સમસ્યાનો અંત આવી ગયો છે. અને ઉતાવળે બધું જ ખોલી દીધું. જ્યારે કે અમેરિકા સહિત બાકીનું જગત જાણતું હતું અને તૈયારીમાં હતું કે કોરોનાનો બીજાે વેવ ખુબ જ વિનાશકારી અને ભયાવહ હશે. ભારત એની પૂર્વતૈયારી કરવામાં નિષ્ફળ રહ્યું. ભારતની આ સ્થિતિ અમેરિકા માટે ચિંતાજનક છે.
સ્વતંત્ર રીતે અભ્યાસ કરતા નિષ્ણાતોની આંતરરાષ્ટ્રીય પેનલે બુધવારે નિષ્કર્ષ આપતાં જણાવ્યું હતું કે કોરોનાનો વિનાશકારી બીજાે વેવ રોકી શકાયો હોત, પરંતુ કો-ઓર્ડિનેશનના અભાવ અને અનિર્ણાયકતાના કાતિલ કોકટેલના કારણે રોકી શકાયો નથી. નિષ્ણાતોએ વધુમાં જણાવ્યું કે સંખ્યાબંધ નેતાઓ દ્વારા શ્રેણીબદ્ધ ખોટા ર્નિણયોના કારણે કોરોનાએ ૩૩ લાખ નાગરિકોનો ભોગ લઈ લીધો, સાથે જ આખા વીશ્વના અર્થતંત્ર ઉપર મોટો ફટકો માર્યો.