દાહોદના વોર્ડ નંબર ૦૧ ગોડી રોડ ખાતે કાઉન્સીલરની ઉપસ્થિતીમાં વેક્શિનેશન કાર્યક્રમ યોજાયો
દાહોદ તા.૧૪
દાહોદના વોર્ડ નંબર ૦૧ ગોદી રોડ ખાતે આરોગ્ય તંત્ર અને નગરપાલિકાના કાઉન્સીલરના સંયુક્ત ઉપક્રમે વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોર્ડના ઘણા લોકોએ આ વેક્સિનેશન કાર્યક્રમમાં જાેડાઈ વેક્સિન લીધી હતી.
દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના વકરી રહ્યો છે. સરકાર દ્વારા વેક્સિન લેવાની અપીલ પણ જાહેર જનતાને કરાઈ રહી છે ત્યારે વેક્સિનેશનમાં જાગૃતિ ફેલાય અને હાલ ચાલી રહેલ કોરોના મહામારીમાં લોકો વેક્સિન લે તેવા ઉદ્દેશ્ય સાથે દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૦૧માં કાઉન્સીલ માસુમાબેન ગરબાડાવાલાની ઉપસ્થિતીમાં વેક્સિનેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ગોદી રોડ વિસ્તારમાં આવેલ નુર હોલ, ઝરીન પ્લાઝા ખાતે યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો વેક્સિનેશનમાં જાેડાઈ વેક્સિન લીધી હતી. કાઉન્સીલર માસુમાબેન ગરબાડાવાલાના જણાવ્યા અનુસાર, લોકો મોટી માત્રામાં વેક્સિન લે અને સરકારને કોરોના માહમારીમાં સાથ અને સહકાર આપે તેમજ સોશીયડલ ડિસ્ટન્સનું પાલન કરે તેમજ ફરજીયાત માસ્ક પહેરે તેવી જાહેર જનતાને અપીલ કરી હતી.