દાહોદના રળીયાતી ગામે વાહન ચોર ટોળકીનો તરખાટ : એક ક્રુઝર ફોર વ્હીલર ગાડી સહિત બે વાહનોની ઉઠાંતરી કરી ફરાર

દાહોદ તા.૧૪

દાહોદ તાલુકાના રળીયાતી ગામેથી એક રાત્રીમાં વાહન ચોર ટોળકીએ પોતાનો કસબ અજમાવી તરખાટ મચાવતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વાહન ચોર ટોળકીએ આ વિસ્તારમાંથી એક ક્રુઝર ફોર વ્હીલર ગાડી અને એક મોટરસાઈકલ મળી કુલ બે વાહનોની ચોરી કરી લઈ નાસી જતાં વાહન ચાલકોમાં ફફડાટ સહિત રોષની લાગણી ફેલાઈ છે.

રાત્રી કરફ્યું અને મીની લોકડાઉનના સમયગાળામાં જાણે વાહન ચોર ટોળકી અને તસ્કરોને મોકળુ મેદાન મળી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આવા સમયે દાહોદ જિલ્લામાં વાહન ચોરની ઘટનાઓ અને ઘરફોડી ચોરીની ઘટનાઓમાં વધારો જાેવા મળ્યો છે ત્યારે દાહોદ તાલુકાના રળીયાતી ગામે બે વાહનોની ચોરી થતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. રળીયાતી ગામે રહેતા અમીતકુમાર અભેસીંગભાઈ પરમારે ગત તા.૦૬ મેના રોજ પોતાની ક્રુઝર ફોર વ્હીલર ગાડી પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ ક્રુઝર ગાડી અને તેમના જ વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ કિલણભાઈ મેડાએ પણ પોતાની મોટરસાઈકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. રાત્રીના સમયે અજાણ્યા વાહન ચોર ટોળકીએ પોતાનો કસબ અજમાવી ક્રુઝર ફોર વ્હીલર ગાડી અને મોટરસાઈકલ મળી બે વાહનોની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે અમીતકુમાર અભેસીંગભાઈ પરમારે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: