ધાનપુર તાલુકાના લખાણા ગોજીયા ગામે વન્ય પ્રાણી દીપડાએ હુમલો કરતા એક વૃદ્ધ સહિત અન્ય ચાર યુવકોને ગંભીર ઇજા : દીપડો ઝાડ ઉપર ચડી જતા ગામમાં ભયનો માહોલ : વન કર્મીઓએ દીપડાને જંગલ તરફ ભગાડી મૂકતા ગામ જનો માં હાશકારો
પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 12 મેના રોજ ધાનપુર તાલુકાના લખણા ગોજીયા ગામે રહેતા ભુરીબેન ભલાભાઇ ઉમર વર્ષ ૬૫ જે સવારે નવ વાગ્યાના અરસામાં કુદરતી હાજતે જવા નીકળેલ તે વખતે જંગલ તરફ થી આવેલ એક વન્ય પ્રાણી દીપડાએ આ ભુરીબેન ઉપર હુમલો કરતા જમણા પગના ભાગે ઈજાઓ થયેલ અને આ બનાવની જાણ વનકર્મીઓને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી આવેલ અને ભૂરી બેન ને સારવાર અર્થે મોકલી આપેલ જયારે ભુરીબેન ઉપર દીપડો હુમલો કરી નજીકના માં આવેલ આંબા ની વાડી માં છુપાઇ ગયેલો ત્યારે વન કર્મીઓએ આ દિપડાની શોધખોળ હાથ ધરેલ અને તે વિસ્તારમાં વન કર્મીઓ એ કોડન કરેલ તેમ છતાં દિપડો જોવા ન મળતા દીપડો ભાગી ગયો હોય તેમ જણાય આવેલ ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં લખણા ગોજીયા ગામના મહેન્દ્ર કલ્યાણ (૨) પ્રકાશ વાખલા.(૩) રણજીત જશવંત રાજુભાઈ સોમાભાઈ આ તમામ યુવકો ઉભા હતા તે વખતે આંબા વાડીમાં છુપાયેલ દીપડો જંગલ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ ચાર યુવકો ઊભા હતા ત્યાં અચાનક આવી દીપડાએ એકાએક હુમલો કરતા મહેન્દ્ર કલ્યાણ ને માથાના ભાગે પ્રકાશ ભારત ની ડાબા હાથે રણજીત જશવંત ને બંને હાથ ઉપર અને રાજુને ડાબા હાથે ગંભીર ઇજાઓ કરી દીપડો ના ઝાડ ઉપર છુપાઈ ગયો હતો જ્યારે આ ચાર યુવકો ઉપર દીપડાએ હુમલો કર્યા હોવાની વાત વાયુવેગે પ્રસરતા લખણા ગોજીયા ટોકરવા ગામના અનેક લોકો બનાવની જગ્યા પર દોડી આવ્યા હતા અને આ ચાર યુવકોની દેવગઢબારિયા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપ્યા હતા ત્યારે દીપડો ઝાડ ઉપર છુપાયેલો દેખાતા ગ્રામજનોએ તેને ભગાડવાનો પ્રયત્ન કરતાં ક્યાંક કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ વિસ્તાર રિછ અભ્યારણ વિસ્તારમાં આવતો હોવાથી સ્થાનિક કર્મીઓ પૂરતા પ્રમાણમાં ન હોવાથી દેવગઢ બારીયા વનવિભાગ ના ડી એફ ઓ ને આ બનાવની જાણ કર્તા બારીયા રેન્જના આર.એફ.ઓ પુરોહિત તેમનો સ્ટાફ તેમજ ધાનપુર. સાગટાળા રેન્જ નો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ દીપડાને કોર્ડન કરી ગામમાં આવવાના તમામ રસ્તા બંધ કરી ગામલોકોને સહી સલામત જગ્યા ઉપર ખસેડી વન્યપ્રાણી દીપડાને સાંજના સમયે જંગલ તરફ ભગાડી મૂક્યો હતો ત્યારે દીપડો જંગલ તરફ ભાગી જતા ગ્રામજનો વન કર્મીઓએ જાણે હાશકારો અનુભવ્યો હતો ત્યારે આ દીપડો માનવભક્ષી બને તે પહેલાં તેને ઝડપી પાડવા માટેની ગ્રામજનોએ માંગ કરતા વનવિભાગ દ્વારા તાત્કાલિક દિપડાને પાંજરે પુરવા માટેની કવાયત હાથ ધરી અલગ અલગ જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા હતા