દાહોદ જિલ્લામાં વધુ ૭૦ કોરોના પોઝીટીવ ઃ વધુ ૦૧ દર્દીનું મોત
દાહોદ તા.૧૫
દાહોદ જિલ્લામાં આજે ૭૦ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. દાહોદ જિલ્લામાં હવે ધીરે ધીરે કોરોના સંક્રમણના કેસો સાથે મૃત્યુઆંક પણ ઘટવા માડ્યો છે અને જેને પગલે જિલ્લાવાસીઓએ રાહતનો દમ લીધો છે. આજે કોરોનાથી ૦૧ દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાની સત્તાવાર માહિતી મળી રહી છે ત્યારે કોરોનાની બીજી લગેર જિલ્લામાં હવે ધીરે ધીરે શાંત થતી જાેવા મળી રહી છે.
આર.ટી.પી.સી.આર.ના ૧૫૯૮ પૈકી ૪૭ અને રેપીટ ટેસ્ટના ૧૦૧૨ પૈકી ૨૩ મળી આજે ૭૦ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ ૭૦ પૈકી દાહોદ અર્બનમાંથી ૧૧, દાહોદ ગ્રામ્યમાંથી ૦૪, ઝાલોદ અર્બનમાંથી ૦૧, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૮, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૬, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૧૦, લીમખેડામાંથી ૦૩, સીંગવડમાંથી ૦૨, ગરબાડામાંથી ૧૦, ધાનુરમાંથી ૦૪, ફતેપુરામાંથી ૦૮ અને સંજેલીમાંથી ૦૩ કેસનો સમાવેશ થાય છે. આજે વધુ ૦૧ દર્દીએ કોરોનાથી જીવ ગુમાવતાં દાહોદ જિલ્લામાં કોરોનાથી કુલ મૃત્યુંઆંક ૩૨૩ને પાર થઈ ગયો છે. રાહતના સમાચાર એ છે કે, હરરોજની માફક આજે પણ કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યામાં વધારો જાેવા મળ્યો છે. આજે એકસાથે ૧૧૦ દર્દીઓ કોરોથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કોરોનાથી વધુ દર્દીઓ રિકવરી મેળવતાં હવે દાહોદની હોસ્પિટલોમાં બેડની અછતની બુમો ઉઠતી નથી. એક્ટીવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો છે અત્યાર સુધી દાહોદ જિલ્લામાં કુલ ૬૪૨ લોકો હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૬૬૦૩ને પાર થઈ ગયો છે.