ચાલુ ટ્રેન માંથી યુવક પટકાયો

દાહોદ તા.૨૫

પંચમહાલ જિલ્લાના ગોધરાના શહેરા ભગોળ રેલ્વે ક્રોસીંગ ખાતે ચાલુ ટ્રેને યુવક પડી જતા તેના બંન્ને પગ કપાઈ જતાં ૧૦૮ ઈમરજન્સી એબ્યુલંશ મારફતે તેને વડોદરા હોÂસ્પટલ ખાતે તાત્કાલિક ખસેડાયાનું જાણવા મળેલ છે જ્યારે વધુ મળતી માહિતી અનુસાર છોકરાને કોઈકે ચાલુ ટ્રેને ધક્કો મારી દેતા આ ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.

કુવૈતથી મોબાઈલ રીપેરીંગનો કોર્ષ કરી પરત વતન ફરતો દાહોદ શહેરના સુજાઈ બાગ ખાતે રહેતો યુસુફ સયફીભાઈ કાપડીયા આજરોજ બરોડા થી ઈન્ટરસીટીમાં બેસી ઘરે આવી રહ્યો હતો તે સમયે ગોધરાના શહેરા ભગોળ રેલ્વે ક્રોસીંગ ખાતે ચાલુ ટ્રેને પડી જતાં ટ્રેનના પૈડા નીચે તેના બંન્ને પગ આવી ગયા હતા. બનાવ બનતા આજુબાજુના તેમજ રેલ્વે કર્મચારીઓ દોડી આવ્યા હતા અને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશને જાણ કરતા તે પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. ઘટનાની એટલી હ્‌દયદ્રાવક હતી કે યુવકના બંન્ને પગ કપાઈ જતાં તેના બંન્ને પગને એક થેલામાં ભરી લઈ જવાની ફરજ પડી હતી. યુવકને નજીકના હોÂસ્પટલ ખાતે પ્રથમ તબક્કે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ઈજાની ગંભીરતાને ધ્યાને લઈ વધુ સારવાર અર્થે તેને વડોદરા ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ ઘટનાની જાણ દાહોદ ખાતે રહેતા યુવકના પરિવારજનોને થતાં તેઓ પણ તાબડતોડ વડોદરા જવા રવાના થયા હતા. વધુમાં સ્થાનીક લોકોની ચર્ચા પ્રમાણે જાણવા મળ્યા અનુસાર, આ યુવકને ટ્રેનમાં કોઈ ચાહ્‌ કે ફેરીયાવાળાએ ધક્કો માર્યાે હોવાની વાતો થઈ રહે છે અને ધક્કો મારવાને કારણે યુવક ચાલુ ટ્રેને પટકાતા આ ઘટના બની હોવાનુ પણ સ્થાનીકોમાં ચર્ચા થઈ રહી છે ત્યારે સઘળી હકીકત શુ છે તે તો પોલીસ તપાસ અને યુવકની જુબાની જ બયાન કરી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: