દાહોદ શહેરના ગોદી રોડ ખાતે પાઈપલાઈનના ખોદકામ દરમ્યાન ગેસ લીકેજની ઘટના બનવા વિસ્તારમાં ચકચાર મચી
દાહોદ તા.15
આજે બપોરે દાહોદ શહેરમાં આવેલ ગોદી રોડ વિસ્તારમાં ગુજરાત ગેસ લાઈનમાં લીકેજ થતા અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ અંગેની જાણ સંલગ્ન અધિકારીઓને થતા કર્મચારીને લઈ તાબડતોડ સ્થળ પર દોડી ગયા હતા અને તાત્કાલિક રીપેરીંગ કામ શરૂ કરાતા સ્થાનિકોએ અનુભવ્યો હતો.
આજે બપોરે 12 વાગ્યાના અરસામાં ગોદી રોડ પર જેેસીબી દ્રારા ભૂગર્ભ ગટર યોજના તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપ લાઇનનું ખોદકામ ચાલતુ હતુ તેવા સમયે જ ખોદકામને કારણે ગેસ પાઇપ લાઇન લીકેજ થઈ જતા દબાણ સાથે ગેસ બહાર નીકળવા માંડ્યો હતો જેને કારણે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.થોડી વાર માટે ભયનો માહોલ ઉભો થયો હતો.
એક ક્ષણે ઉપસ્થિત સૌ કોઇના જીવ તાળવે ચોંટી ગયા હતા અને આ ઘટનાની જાણ વાયુવેગે વિસ્તારમાં ફેલાતા લોકોમાં ચકચાર સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો પરંતુ તાત્કાલિક ધોરણે લીકેજ થયેલ ગેસ પાઈપલાઈનનું કામ કાજ તાત્કાલિક ધોરણે હાથ ધરાતા સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો
આમા એવુ પણ બનવા જોગ છે સદ્નસીબે કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી.





