દાહોદ જિલ્લામાં આજે ૫૨ કોરોના પોઝીટીવ : વધુ ૦૨ દર્દીઓના મોત
દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લામાં આજે ૫૨ કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યાં છે. આ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૬૭૧૪ ને પાર થઈ ગયો છે. દાહોદ જિલ્લામાં કોરોનાના ઘટતાં કેસોને પગલે જિલ્લાવાસીઓ સહિત વહીવટી તંત્રએ રાહતનો દમ લીધો છે.
આર.ટી.પી.સી.આર. ના ૬૫૮ પૈકી ૪૦ અને રેપીટ ટેસ્ટના ૭૩૮ પૈકી ૧૨ મળી આઝે ૫૨ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ ૫૨ પૈકી દાહોદ અર્બનમાંતી ૦૬, દાહોદ ગ્રામ્યમાંથી ૦૬, ઝાલોદ અર્બનમાંથી ૦૧, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૬, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૩, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૮, લીમખેડામાંથી ૦૨, સીંગવડમાંથી ૦૨, ગરબાડામાંથી ૦૮, ધાનુરમાંથી ૦૧, ફતેપુરામાંથી ૧૦ અને સંજેલીમાંથી ૦૨ કેસનો સમાવેશ થાય છે. દાહોદ જિલ્લામાં કોરોના કેસોમાં બે – ત્રણ દિવસથી ઘટાડો જાેવા મળી રહ્યો છે સાથે સાથે સાજા થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. આજે ૧૦૯ દર્દીઓ કોરોનાથી સાજાં થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજે વધુ ૦૨ દર્દીઓ કોરોનાથી જીવ ગુમાવતાં દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુ આંક ૩૨૭ ને આબી ગયો છે. એક્ટીવ કેસોની સંખ્યા ૫૩૬ રહેવા પામી છે.