કાજીપુરથી રેલ્વમાં બેઠેલ એક દંપતિ પૈકી પત્નિની તબીયત લથડતાં ટ્રેનમાં જ મોત ઃ દાહોદ રેલ્વે સ્ટેશને ટ્રેન રોકાઈ : પત્નિને પીએમ અર્થે રવાના કરાઈ
દાહોદ તા.17
કાજીપુરથી ટ્રેનમાં બેસી એક દંપતિ મુસાફરી કરી રહ્યું હતું તે સમયે પત્નીનું રસ્તામાં તબિયત લથડવાના કારણે મોત નિપજતામહિલાના મૃતદેહને દાહોદ રેલવે સ્ટેશન ઉતારવામાં આવી હતી અને નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી દીધી હતી.
મળતી પ્રાપ્ત વિગત અનુસાર, કાજીપુરથી બોરીવલી મુંબઈથી વિજયશંકર ગુપ્તા અને તેમની પત્ની ટ્રેનમાં બેસી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં અગમ્ય કારણોસર વિજયશંકર ગુપ્તાની પત્નીની ઓચિંતી તબિયત લથડી હતી અને આગરા રેલવે સ્ટેશન ખાતે મહિલાનું મોત નિપજયું હતું. આ અંગેની જાણ આગરા રેલવે પોલીસ અને ટ્રેન ગાર્ડને કરવામાં આવી હતી તે બાદ રતલામ રેલવે પોલીસને પણ જાણ કરાઇ હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે ટ્રેન દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર આવતા રેલવે પોલીસ દ્વારા મૃતક મહિલાની લાશને ટ્રેનમાંથી નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી દેવામાં આવી હતી.