સંજેલી ઝુસ્સા થી સાગી લાકડા ભરી જતી પીકઅપને ફિલ્મી ઢબે પીછો કરી ચાકીસણા થી ઝડપી પાડી : સાગી ખાટલા બારી દરવાજા રંધા મશીન અને પીકઅપ મળી ૫.૫૦ હજારનો મુદ્દામાલ જપ્ત : ઝૂસ્સા ડેડીયાથી ગેરકાયદેસર પીકઅપ ગાડીમાં સાગી માલ ભરી લઈ જવાતો હોવાની બાતમીના આધારે વન વિભાગે ફીલ્મીઢબે પીછો કરી ચાલક અને ગાડી માલિક ની મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી
સંજેલી તાલુકામાં મોટાભાગે ડુંગરાળ અને જંગલ વિસ્તાર આવેલા છે.હાલ તો વાતાવરણ અને ઝરમર વરસાદમાં તકનો લાભ લઈ
ઝુસ્સામા ગેરકાયદેસર ૨૦ મીના રોજ વહેલી સવારે પીકઅપ નં gj20v 8717 માં સાગી લાકડાં લઈ જવાતો હોવાની મળેલી બાતમીના આધારે સંજેલી આર એફ ઓ રાકેશ વણકરે સ્ટાફ સાથે દોડી જઈ વહેલી સવારે ચાર વાગ્યે વોચ ગોઠવી હતી.બાતમીવાળી પીકઅપ નિકળતા જ ફિલ્મી ઢબે પીછો કરી લગભગ દસ કિ.મી.બાદ ચાકીસણા થી ઝડપી પાડી હતી જે બાદ તપાસ કરતા તેમાંથી સાગી લાકડાના બારી દરવાજા સાઇજો મળી આવતા વન વિભાગના કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતાં ચાલક શૈલેષભાઈ નટવર પીકઅપ માલીક શંકરભાઈ નારસીંગભાઇ બારીયા પાસે પાસ પરમીટ માંગતા કોઈ આધાર પુરાવો મળી ન આવતા સંજેલી વન વિભાગ માં લાવ્યા બાદ વધુ પૂછપરછ કરાતાં ઝુસ્સા ગામના દિપક છગનભાઇ રાવત નુ હોવાનું જણાવતાં તપાસ હાથ ધરી હતી જ્યાં તપાસ કરતા ઘરેથી રંધા મશીન મળી આવ્યું હતું તે પણ જપ્ત કરી સંજેલી વનવિભાગ ખાતે લાવવામાં આવ્યું હતું આમ સંજેલી વનવિભાગે પચાસ હજાર રૂપિયાનો સાગી માલ ચાર લાખ ની પિકઅપ અને એક લાખ નો રંધા મશીન મળી કુલ પાંચ લાખ પચાસ હજાર નો મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ સંજેલી આર એફ ઓ રાકેશ જે વણકરે હાથ ધરી છે.