ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામેથી એક યુવકે ૧૬ વર્ષીય સગીરાનું અપહરણ કરી લઈ સુરત મુકામે લઈ જઈ મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતાં પોલીસમાં ફરિયાદ
દાહોદ તા.૨૨
ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામેથી એક ૧૬ વર્ષીય સગીરાને એક યુવકે પોતાની મોટરસાઈકલ પર બળજબરી પુર્વક બેસાડી અપહરણ કરી લઈ જુદી જુદી જગ્યાએ લઈ જઈ અને ત્યાંથી સુરત ખાતે લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતાં આ સંબંધે બળાત્કારનો ભોગ બનેલ સગીરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યાંનું જાણવા મળે છે.
લીમખેડા તાલુકાના ઝેરજીતગઢ કાચલા ફળિયામાં રહેતાં દિનેશભાઈ કડકીયાભાઈ બિલવાળે ગત તા.૨૮મી એપ્રિલના રોજ ઝાલોદ તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરાને મોટરસાઈકલ પર બળજબરી પુર્વક બેસાડી ચાકલીયા ગામેથી અપહરણ કરી લઈ નાસી ગયો હતો અને જુદી જુદી જગ્યાએ સગીરાને ગોંધી રાખી હતી ત્યાંથી સગીરાને સુરત મુકામે લઈ જઈ ત્યાં તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યાે હતો. ઉપરોક્ત યુવકના ચંગુલમાંથી સગીરા જેમ તેમ કરીને છુટી પોતાના પરિવાર પાસે આવી હતી અને ઉપરોક્ત સમગ્ર ઘટનાને જાણ પરિવારને કરતાં પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ બાદ પરિવારજનો સગીરાને લઈ ચાકલીયા પોલીસ મથકે આવી સગીરા દ્વારા ઉપરોક્ત યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.