દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં એકાએક ઘટાડો નોંધાયો : જિલ્લાવાસીઓએ રાહત અનુભવતી : ૧૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાયાં
દાહોદ તા.૨૩
દાહોદ જિલ્લામાં આજે સીઝનના સૌથી એને એકાએક કોરોના સંક્રમણના કેસો ઘટતાં જાેવા મળ્યાં છે. આજે માત્ર કોરોનાના ૧૫ કેસો પોઝીટીવ નોંધાતાં જિલ્લાવાસીઓનું કોવિડ ૧૯નું ચુસ્તપણે પાલન, વહીવટી તંત્રની કામગીરી રંગ લાવી તેમ કહીએ તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય.
આર.ટી.પી.સી.આર.ના ૮૪૫ પૈકી ૦૭ અને રેપીટ ટેસ્ટના ૧૧૨૩ પૈકી ૦૮ મળી આજે ૧૫ કોરોના પોઝીટીવ ૧૫ પૈકી દાહોદ અર્બનમાંથી ૦૮, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૧, ગરબાડામાંથી ૦૨, ફતેપુરામાંથી ૦૩ અને સંજેલીમાંથી ૦૧ કેસનો સમાવેશ થાય છે. આજે મોટા ભાગના શહેરી વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારોમાંથી હરહંમેશની માફક આવતાં કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે અને મોટાભાગના વિસ્તારોમાંથી આજે કેસો આવ્યાં નથી આ એક સારા સમાચાર પણ છે. આજે કોરોનાથી ૦૧ દર્દીનું મોત પણ નીપજ્યું છે. સાજા થતાં દર્દીની સંખ્યામાં પણ વધારો જાેવા મળ્યો છે. આજે એકસાથે ૬૧ લોકો કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એક્ટીવ કેસોની સંખ્યા ઘટીને ૩૮૬ રહેવા પામી છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૭૦૦૫ને પાર થઈ ગયો છે.

