દાહોદના જીવનદીપ સોસાયટીના એક ભાડાના મકાનમાં એક યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આયખું

દાહોદ તાલુકાના દેલસર ગામની પ્રાથમિક શાળા પાસેના રહેવાસી પીન્ટુભાઇ પલાસ નામક યુવકે દાહોદ તાલુકાના ગલાલિયાવાડ ગ્રામ પંચાયતના જીવનદીપ સોસાયટીમાં ભાડાના મકાનમાં અગમ્ય કારણોસર પંખામાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર દેલસરનો આ યુવક હાલ જીવનદીપ સોસાયટીના એક મકાનમાં ભાડેથી રહી બસ સ્ટેન્ડના પાર્કિંગમાં નોકરી કરી રહ્યો હતો. જોકે આ યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તે હાલ જાણી શકાયું નથી પરંતુ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ નજીક ભેગા થયા હતા. તારે આ બનાવની જાણ દાહોદ તાલુકા પોલીસ મથકે કરાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.

