દાહોદ જિલ્લામાં કોરોનાની ગતિ ધીમી પડી : દાહોદમાં કોરોનાના વધું ૧૮ પોઝીટીવ કેસ : વધુ ૦૨ દર્દીઓના મોત
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લામાં આજે વધુ ૧૮ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. ઘટતાં કેસોની સામે કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે પરંતુ ચિંતાનો વિષય એ છે કે, આ કોરોનાની બીજી લહેરમાં મૃત્યુ આંકમાં વધારો જાેવા મળી રહ્યો છે. આજે કોરોનાથી ૦૨ દર્દીઓના મોત નીપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
આર.ટી.પી.સી.આર.ના ૪૨૬ પૈકી ૦૮ અને રેપીટ ટેસ્ટના ૭૯૮ પૈકી ૧૦ મળી આજે કોરોનાના ૧૮ પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ ૧૮ પૈકી દાહોદ અર્બનમાંથી ૦૪, દાહોદ ગ્રામ્યમાંથી ૦૧, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૧, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૫, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૧, સીંગવડમાંથી ૦૩, ધાનપુરમાંથી ૦૧ અને ફતેપુરામાંથી ૦૨ કેસનો સમાવેશ થાય છે. આજે વધુ ૫૪ લોકો કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં એક્ટીવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો છે. ૩૪૮ લોકો કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૭૦૨૩ને પાર થઈ ગયો છે.

