લિમખેડા મામલતદાર કચેરીના પ્રાંગણમાં ગત સાંજે વન્ય પ્રાણી દીપડાએ લટાર મારતા સીસીટીવી કેમેરામાં કેદ થયો

લીમખેડા તા. 25
લિમખેડા મામલતદાર કચેરીના પ્રાંગણમાં ગત સાંજે વન્ય પ્રાણી દીપડાએ લટાર મારતા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો છાશવારે જંગલ વિસ્તારમાંથી શિકારની શોધમાં અવાર-નવાર દીપડાઓ રહેણાંક વિસ્તારમાં ‘આવી પશુઓનુ મારણ કરતા હોવાના બનાવો બન્યા છે
લિમખેડા મામલતદાર કચેરીના પ્રાંગણમાં ગત સાંજે શિકારની શોધમાં આવી પહોંચેલા દીપડાએ લટાર મારતા સીસીટીવી કેમેરામાં આબાદ રીતે કેદ થયો હતો મામલતદાર કચેરી ને અડીને છે આશ્રમશાળાઓ તેમ જ આદર્શ અને મોડેલ સ્કૂલ સહિતની ૩ થી ૪ જેટલી શાળાઓ આવેલી છે તેથી મામલતદાર કચેરી પાસે પોલીસ પોઈન્ટ પણ મૂકેલો છે ગત સાંજે પોલીસ પોઈન્ટ પર હાજર હોમગાર્ડ જવાને દીપડાનો ઘૂરકાટ સાંભળી ભયથી ફફડી ઉઠ્યો હતો અને દીપડા ઉપર નજર પડતા બૂમાબૂમ કરી હતી અવાજ સાંભળી દીપડો કચેરીના પ્રાંગણમાં થી ભાગી છૂટયો હતો તેથી સદનસીબે ફરજ ઉપર હાજર આ હોમગાર્ડના જવાનો નો બચાવ થયો હતો વનવિભાગ દ્વારા પ્રાણીઓને પાણી પીવા માટે જંગલ વિસ્તારમાં બનાવવામાં આવેલા હવાડાઓ પણ કોરાધાકોડ પડ્યા છે તેથી શિકાર અને પાણીની શોધ માટે વન્યપ્રાણી દીપડાઓ અવાર-નવાર રહેણાક વિસ્તારમાં આવી પહોંચતા હોય છે તેથી મામલતદાર કચેરીના પ્રાંગણમાં દીપડાએ મારેલી લટાર નો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પાલ્લી અને લીમખેડા પંથકમાં માં ભય ફેલાયો છે હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે ગ્રામીણ વિસ્તારોમાં લોકો ઘરના આંગણામાં બહાર ખુલ્લામાં નીંદર માણતા હોય છે પરંતુ આ બનાવથી બહાર ઘરના આંગણા માં ખુલ્લા માં નીંદર માણતા ગ્રામીણ જેનોમાં ભય ફેલાયો છે

