દાહોદ જિલ્લામાં ચેઇન સ્નેચીંગ કરી તરખાટ મચાવતી અપાચી ગેંગ

દાહોદ, તા.૨૭
દાહોદ જિલ્લામાં ચેઇન સ્નેચીંગ કરી તરખાટ મચાવતી અપાચી ગેંગ એક પછી એક ગુનાને અંજામ આપી પોલિસ તંત્રને દોડતું કરી દેતા આ ગેંગને ઝબ્બે કરવા જિલ્લા પોલિસ વડા હિતેષ જાયસરની ખાસ સુચના અને માર્ગ દર્શન હેઠળ દાહોદ એલસીબી પોલિસે કમર કસી હતી.
જિલ્લા પોલિસ વડાના માર્ગદર્શન હેઠળ દાહોદ એલસીબી પોલિસ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રપુના માણસોની જુદી જુદી ટીમો બનાવી અપાચી ગેંગના માણસોને ઝબ્બે કરવા માટે વ્યુહાત્મક વોચ ગોઠવી હતી.તે દરમ્યાન ચેઇન સ્નેચીંગ કરતી ગેંગના માણસો ચોરી કરેલ મુદ્દામાલ વેચવા માટે દાહોદમાં આવવાના હોવાની ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આજે એલસીબી અને એસઓજી ની ટીમો દ્વારા ગરબાડા ચોકડી પર વોચ ગોઠવી હતી.અને તે દરમ્યાન કાળા કલરની એક અપાચી બાઇક આવતા ત્રણ શંકાસ્પદ ઇસમો કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર, મોટી ખરજ ગામના કલ્પેશ તેરસીંગ ડામોર તથા ગલાલીયાવાડના મહેશભાઇ ભુરીયાને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
પકડાયેલ ચેન સ્નેચીંગ ગેંગના આરોપીઓ
(૧)કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર (૨) કલ્પેશ તેરસીંગભાઇ ડામોર, રહે.મોટી ખરજ, તા.જી.દાહોદ (૩) મહેશભાઇ જાતે ભુરીયા, રહે.ગલાલીયાવાડ તા.જી.દાહોદ.
(૧)એક સોનાની ચેન સાકળની ડિઝાઇનવાળી જુના જેવી જેનું વજન આશરે ૧૪.૭૮૦ ગ્રામ જેની કિમત રૂ.૩૭,૦૦૦ (૨)એક સોનાની ચેન પાતળી જુના જેવી જેનું વજન આશરે ૧૦.૧૮૦ ગ્રામ જેની કિમત રૂ.૨૫,૦૦૦ (૩)અપાચી મોટર સાયકલ કાળા કલરની જેનો આગળ પાછળ રજી.નં.જીજે-૨૦-એ.બી.-૪૪૫૩નો જેની કિમત રૂ.૩૦,૦૦૦ (૪) મોબાઇ ફોન નં.૦૩ મળી જેની કુલ કિમત રૂ.૧,૦૭,૦૦૦ મુદ્દામાલ મળી આવ્યો હતો.
ગેંગના કુલ ચાર સભ્યો હોય જેમાં એત કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર હોય જેઓ બધા કાળી તેમજ સફેદ અપાચી મો.સા.ઉપર દિવસ દરમ્યાન રેકી કરી આયોજન મુજબ નકિક કરેલ જગ્યાએ ભેગા થતા અને એકલ દોકલ થતા ટું વ્હીલર ચાલકની પાછળ બેઠેલ સ્ત્રીના ગળામાં પહેરેલ સોનાના દાગીનાને ટાર્ગેટ કરી ગળામાં પહેરેલ સોનાની ચેન તોડી મો.સા. લઇ નાસી છુટતા હતા. આ ગેંગના પકડાયેલ આરોપીઓની સઘન પુછપરછમાં રળીયાતી ગામે દશ મહિના પહેલા થયેલ સીમેન્ટની એજન્સીના વેપારીને મારમારી તેઓની પાસેથી રોકડ રૂપિયાનો થેલો ઝુટવી નાસી ગયેલાની કબુલાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: