ગાયત્રી પરિવાર, દાહોદની આગેવાનીમાં અને પાલિકા તંત્રના સંયુક્ત ઉપક્રમે કોરોના સંક્રમણને રોકવા અને વાતાવરણમાં શુધ્ધિકરણ થાય તે માટે યજ્ઞયાત્રાનું આયોજન
દાહોદ તા.૨૬
દાહોદ નગરપાલિકા, આર.એસ.એસ. અને વિશ્વ હિન્દુ પરિષદ, દાહોના સંયુક્ત ઉપક્રમે અને ગાયત્રી પરિવારની આગેવાનીમાં આજરોજ તારીખ ૨૬મી મેના રોજ કોરોના સંક્રમણને રોકવા અને વાતાવરણમાં શુધ્ધિકરણ કરવા માટે યજ્ઞયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ યાત્રા દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરનાર છે.
આજરોજ તારીખ ૨૬.૦૫.૨૦૨૧ના રોજ સાંજના ૦૪ કલાકે યજ્ઞયાત્રક્ષા દાહોદ શહેરના અલગ અલગ ૧૫ ઝોનમાં એકસાથે નીકળનાર છે જેમાં પરેલ સાત રસ્તા, ગોધરા રોડ સુદાઈ માતા મંદિર, દેસાઈવાડ ચોક, એમ.જી.રોડ ગણેશ મંદિર, પડાવ ચોક, સહકાર નગર મહાદેવ મંદિર, સીમંધર મંદિર પ્રસારણ નગર, લક્ષ્મી નગર રળીયાતી, જલારામા મંદિર, ગોવિંદ નગર ચોક, પંકજ સોસાયટી, સુખદેવ કાકાવાસ, ગોદીરોડ અગ્રસેન ભવન, સિધ્ધાર્થ નર્સરી મહાવીર નગર, ઠક્કર ફળિયા, સ્ટેશન રોડ શીતળા માતા મંદિર વિગેરે વિસ્તારોમાં આ યજ્ઞયાત્રા ફરનાર છે. આ યજ્ઞ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય હાલ કોરોના મહામારીના સમયમાં કોરોના સંક્રમણને રોકવા, વાતાવરણાં અને પર્યાવરણમાં શુધ્ધિકરણ માટે ગાયત્રી પરિવારની આગેવાનીમાં આ યજ્ઞ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.