રાબડાળ ગામે રહેતાં યુવકે ૧૬ વર્ષીય સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યાે
દાહોદ તા.૨૬
દાહોદ શહેરના પડાવ વિસ્તારમાંથી એક ૧૬ વર્ષીય સગીરાનું અપહરણ કરી લઈ જઈ એક યુવક દ્વારા તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
દાહોદ તાલુકાના રાબડાળ ગામે રહેતો ઉમેશભાઈ કનુભાઈ મેડાએ ગતરોજ દાહોદ તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરાને પડાવ બજારમાંથી અપહરણ કરી લઈ નાસી ગયો હતો. અપહરણ કર્યાં બાદ ઉમેશભાઈએ ૧૬ વર્ષીય સગીરા ઉપર તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યાે હતો. આ બાદ સગીરા પોતાના પરિવારજનો પાસેથી પરિવારને આ બાબતની જાણ કરતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ સંબંધે સગીરાના વાલી વારસ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.