કોરોના કેસોમાં ઘટાડો નોંધાતા સરકારે રાહત આપી : ૩૬ શહેરોમાં આજથી રાત્રિ કફ્ર્યૂ ૯થી સવારના ૬ રહેશેઃ મુખ્યમંત્રી : દુકાનો ખોલવાનો સમય સવારના ૯થી બપોરના ૩ને બદલે ૯થી ૬ કરવા ગુજરાત ચેમ્બરની સરકારને રજૂઆત

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૨૬
ગુજરાતમાં રાત્રિ કરફ્યૂને લઈને આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા હાલ તેની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના ૩૬ શહેરોમાં રાત્રે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કફ્ર્યૂ રહેશે. આ સાથે જ આવતીકાલથી રાત્રે ૮ના બદલે ૯ વાગ્યાથી રાત્રિ કફ્ર્યૂ લાગૂ થશે.
રાજ્યમાં કોરોના કેસ ઘટતા ૩૬ શહેરોમાં લગાવવામાં આવેલ રાત્રે ૮થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કફ્ર્યૂમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ૩૬ શહેરોમાં રાત્રિ કફ્ર્યૂનો સમય રાત્રે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. લોકોને કફ્ર્યૂમાં એક કલાકની રાહત આપવામાં આવી છે. રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રે ૯થી સવારે ૬ વાગ્યા સુધી કફ્ર્યૂનો અમલ થશે. આવતીકાલથી નવા નિયમો અમલી બનશે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં ૮ મહાનગર અને ૩૬ શહેરમાં રાત્રિ કફ્ર્યૂ ચાલી રહ્યો છે, જેની મુદત આજે પૂર્ણ થતાં રૂપાણી સરકાર દ્વારા એક ર્નિણય લેવામાં આવ્યો છે. કોરોનાના કેસ છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થતા કફ્ર્યૂનો સમયમાં એક કલાકનો ઘટાડો કરીને રાત્રે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કર્યો છે. હજુ પણ સરકાર કોઈ ચાન્સ લેવા માંગતી નથી. જેથી એક કલાકનો સમય ઘટાડ્યો છે.
અત્રે નોંધનીય છે કે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતાએ કેબિનેટ બેઠક મળી છે. જેમાં વાવાઝોડાથી ખેતીમાં નુકસાની માટે ખેડૂતો માટે વળતર, રાત્રિ કરફ્યૂ જેવા મુદ્દાઓની ચર્ચા થઈ છે, જેમાં આ ર્નિણય લેવાયો છે. આજે સવારે ૧૦.૩૦ કલાકે કેબિનેટ બેઠક મળી હતી. જેમાં વાવાઝૉડા બાદ કૃષિ અને બાગાયતી પાકોમા થયેલ નુકશાનનીના વળતર સંદર્ભે ચર્ચા કરીને જાહેરાત કરવામાં આવી છે.
વાવાઝૉડાનાં કારણે થયેલ કૃષિ નુકશાનીનો રિપોર્ટ કેબિનેટ બેઠકમાં રજુ કરવામાં આવ્યો હતો. સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમણનાં ઘટતા કેસો અને રાજ્યમાં ચાલી રહેલા વેક્સીનેશન પ્રોગ્રામને વધુ વેગવાન બનાવવા સંદર્ભે પણ ચર્ચા થઈ હતી.
દરમિયાન રાજ્યમાં દુકાનો, વેપાર-ધંધા ખોલવાનો સમય હાલના સવારના ૯થી બપોરના ૩ વાગ્યાનો છે જેને લંબાવીને સવારના ૯થી સાંજના ૬ સુધી કરવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. જાે કે આ મુદ્દે રાજ્ય સરકાર તરફથી હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!