સાઉદી અરબે ઇઝરાયેલી ફ્લાઇટો માટે પોતાની એર સ્પેસ બંધ કરી


(જી.એન.એસ.)રિયાધ,તા.૨૬
સાઉદી અરબે મંગળવારના ઇઝરાયેલી ફ્લાઇટો માટે પોતાની એર સ્પેસ બંધ કરી દીધી છે. આના કારણે દુબઈ માટે રવાના થતા પહેલા બેન ગુરિયન એરપોર્ટ પર ઇઝરાયેલી એરલાઇન્સની ફ્લાઇટમાં ૫ કલાક મોડું થયું. સાઉદી અરબે આનું કોઈ કારણ નથી જણાવ્યું. ઇઝરાયેલની ફ્લાઇટ સ્થાનિક સમય અનુસાર સવારે ૯ વાગ્યે ઉડાન ભરવાની હતી, પરંતુ સાઉદી અરબે જરૂરી પરમિટ આપવાથી ઇનકાર કરી દીધો. ત્યારબાદ અલ અલ ઇઝરાયેલની ફ્લાઇટે મંગળવાર બપોરના સાઉદી હવાઈ ક્ષેત્રથી ફ્લાઇટ ઉડાન ભરવાની પરવાનગી સાથે દુબઈ માટે રવાના થઈ હતી.
સાઉદી અરબે પરમિટ કેમ ના આપી, તેનું કારણ જાણવા નથી મળ્યું. ઉલ્લેખનીય છે કે નવેમ્બરમાં સાઉદી અરબે કહ્યું હતુ કે, તે ઇઝરાયેલની ફ્લાઇટને દુબઈના રસ્તે પોતાના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની પરવાનગી નહીં આપે, પરંતુ મંગળવારના તેલ અવીવથી દુબઈની પહેલી ફ્લાઇટ ઉડાન ભર્યાના કેટલાક કલાકો પહેલા આ ર્નિણય કરવામાં આવ્યો. સાઉદી અરબ ઉપરથી ઉડાન ભરવાની પરવાનગી વગર તેલ અવીવ-દુબઈ માર્ગ ઇઝરાયેલથી સંયુક્ત અરબ અમીરાત (ેંછઈ)ની ફ્લાઇટ માટે યૂઝ નથી થતો.
જાે સાઉદી અરબની જગ્યાએ બીજાે રસ્તો પસંદ કરવામાં આવે તો ઇઝાયેલથી દુબઈ પહોંચવામાં ત્રણની જગ્યાએ ૮ કલાકથી વધારેનો સમય લાગી શકે છે. ઇઝરાયેલ અને યુએઇની વચ્ચે કૉમર્શિયલ ફ્લાઇટો અબ્રાહમ કરાર પર સહી કર્યાની તરત પછી શરૂ થઈ હતી. આ કરારના કારણે ઇઝરાયેલ અને યૂએઈની વચ્ચે સંબંધો સામાન્ય થઈ ગયા હતા. બાદમાં મોરક્કો અને સૂડાનની સાથે બહરીન પણ ઐતિહાસિક કરારમાં સામેલ થઈ ગયું હતુ. ઇઝરાયેલની સાથે અરબ દેશો યૂએઈ, મોરક્કો, સૂડાન અને બહરીને ગત ૧૫ ડિસેમ્બરના અબ્રાહમ કરાર કર્યો હતો. જાે કે આ કરારમાં સાઉદી અરબ સામેલ નહોતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: