દાહોદના સાંસદ અને દેશમાં ચાલુ વર્ષે શરૂ થયેલ ઈન્ટરએક્ટીવ ફોરમ ઓન ઈÂન્ડયન ઈકોનોમી(આઈએફઆઈઈ) નો ચેમ્પીયન ઓફ ચેન્જ એવોર્ડ પ્રાપ્ત થતાં

દાહોદ તા.૨૭

આશાવાદી જિલ્લાઓના વિકાસમાં જેતે અધિકારી,પદાધિકારીઓના યોગદાનના રેકીંગમાં અવલ્લ નંબરે આવેલા દાહોદના સાંસદ અને દેશમાં ચાલુ વર્ષે શરૂ થયેલ ઈન્ટરએક્ટીવ ફોરમ ઓન ઈÂન્ડયન ઈકોનોમી(આઈએફઆઈઈ) નો ચેમ્પીયન ઓફ ચેન્જ એવોર્ડ પ્રાપ્ત થતાં દાહોદ પંથકમાં આનંદની લાગણી ફેલાવા પામી છે. ૧૧૫ જિલ્લાઓ પૈકી વિભિન્ન ક્ષેત્રના ૩૫ જેટલા વિશિષ્ટ વ્યÂક્તઓને તેઓના જિલ્લાના વિકાસ ત્થા સ્વચ્છતા અભિયાનમાં મહત્વના યોગદાનને કારણે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

નવી દિલ્હી ખાતે વિજ્ઞાનભવનમાં સમ્પન્ન થયેલા આ એવોર્ડ ફંક્શનમાં એવોર્ડ મેળવનાર ૩૫ વિશિષ્ટ વ્યÂક્તઓ પૈકી દાહોદના સાંસદ સભ્ય અને કેન્દ્રીય આદિજાતી મંત્રી જશવંતસિંહ ભાભોરને આ એવોર્ડથી સન્માનિત થવા બદલ દેશના ૩૭માં મુખ્ય ન્યાયધીશ કે.જી.બાલકૃષ્ણને અભિનંદન પાઠવ્યા હતા. આ આઈએફઆઈઈ દ્વારા દેશમાં સૌ પ્રથમવાર શરૂ થયેલ આ એવોર્ડ પસંદગી માટે દેશના ચયન સમિતિને આશાવાદિ જિલ્લાના વિકાસ રેકીંગને નજરમાં રાખી પરિવર્તનના કારણો અને અને જવાબદાર લોકોની ભુમીકાને ધ્યાનમાં રાખી એવોર્ડમાં વ્યÂક્તઓની પસંદગી કરવામાં આવી હતી. વિકાસના યોગદાનના મુલ્યાંકન માટે સ્વાસ્થ્ય,પોષણ,શિક્ષા,કૃષિ અને જળ સંસાધન વિગેરે સમાવેશ અને કૌશલ વિકાસની સાથે બુનિયાદી તંત્રના વિકાસ મળી કુલ પાંચ પંચતત્વોના પ્રમુખ દાવેદારોમાં પસંદગી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીએ જાન્યુઆરી ૨૦૧૮માં આશાવાદી જિલ્લાઓમાં પરિવર્તન લાવવા માટે  આશાવાદિ જિલ્લા ટ્રાન્સફોર્મેશન કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં અતિપછાત ૧૧૫ જિલ્લાઓની પસંદ કરવામાં આવ્યા હતા અને કેન્દ્ર સ્થાને તેમજ રાજ્યના સમ્મલિત પ્રયાસથી આ જિલ્લાઓમાં વિકાસ કાર્ય શરૂ કરવામાં આવ્યો હતો. આઈએફઆઈઈ એ આ વર્ષે ચેÂમ્પયન આએફ ચેન્જ એવોર્ડની શરૂઆત કરી હતી. આ એવોર્ડ ૧૧૫ આશાવાદી જિલ્લાઓના વિકાસ અને સ્વચ્છતા અભિયાન માટે ખાસ વ્યÂક્તઓને આપવામાં આવ્યો છે. સન્માનિત વ્યÂક્તઓમાં મણિપુરમના મુખ્યમંત્રી એન બીરેનસિંહ,કેન્દ્રીય ખાદ્ય તેમજ પ્રસંસ્કરણ રાજ્યમંત્રી સાÂધ્વ નિરંજન જ્યોતિ, જનજાતિય કાર્ય રાજ્યમંત્રી જશવંતસિંહ સુમનભાઈ ભાભોર અને સુદર્શન ભગત, સાંસદ વિદ્યુત બરન મહતો પ્રમુખ છે. આ સિવાય અનેક આઈએએસ,આઈપીએસ,સામાજીક કાર્યકર્તાઓ અને ઉદ્યમિયોને પણ ચેમ્પીયન ઓફ ચેન્જથી નવાજમાં આવ્યા હતા.

—————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: