પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો, મુંબઈમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર : કોરોના કેર વચ્ચે મધ્યમ વર્ગને વધુ એક ફટકારઃ પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને : ૧૫ દિવસમાં જ પેટ્રોલ ૩.૩૩ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૩.૮૫ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું



(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૭
કોરોનાના કપરા કાળમાં મધ્મવર્ગને વધુ એક મોંઘવારીનો માર.પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરીએકવાર વધારો થયો છે. આજે પેટ્રોલના ભાવમાં ૨૩ પૈસા અને ડીઝલના ભાવમાં ૩૦ પૈસાનો વધારો થયો છે. રાજકોટ, અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં પેટ્રોલનો ભાવ ૯૦ રૂપિયા ૭૦ પૈસાએ પહોંચ્યો છે. તો ડીઝલનો ભાવ ૯૧ રૂપિયા ૧૦ પૈસા પર પહોંચ્યો છે.
મે મહિનામાં બાર વખત કરાયેલા ભાવ વધારાને લીધે એક લીટર પેટ્રોલના ભાવમાં બે રૂપિયાને ૮૧ પૈસાનો, જ્યારે ડિઝલમાં ત્રણ રૂપિયાને ૩૪ પૈસાનો વધારો થયો છે. રાજ્યોમાં પેટ્રોલ ડિઝલ પરના વેટના દર અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ અલગ અલગ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગયો છે. મુંબઈનો પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયા ચાર પૈસા છે.
મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક અન્ય શહેરમાં ૧૦૦ રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ પહોંચી ગેયું છે. પ્રીમિયમ પેટ્રોલની કિંમત વિતેલા મહિને જ ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગઈ હતી.
વૈશ્વિક સ્તર પર ક્રૂડ ઓઈલની કિંમત ફરીથી વધીને ૬૯ ડોલર પ્રતિ બેરલે પહોંચી ગઈ છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ હજુ પણ કિંમત વધારી શકે છે. અમેરિકામાં પ્રતિબંધો ઘટાડવામાં વિલંબ થવાને કારણે અને ઓઈલ માર્કેટમાં ઇરાનની ફરી એન્ટ્રી બાદ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની કિંમત સ્થિર રહેવાની ધારણા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!