દાહોદ નગરમાં આગામી ૪ જુન સુધી રાત્રી સંચારબંધી સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે

નગરમાં સવારના ૯ થી બપોરના ૩ વાગ્યા સુધી વાણિજ્ય પ્રવૃતિઓની છૂટ, અઠવાડિક ગુજરી-હાટ બજાર પર પ્રતિબંધ યથાવત
દાહોદ, તા. ૨૮ : કલેક્ટર શ્રી વિજય ખરાડીએ દાહોદ નગરમાં આંશિક લોકડાઉનમાં છૂટ બાબતે જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામા મુજબ સમગ્ર દાહોદ શહેરમાં તા. ૨૮-૫-૨૦૨૧ થી તા. ૪-૬-૨૦૨૧ સુધી રાત્રીના ૯ વાગ્યેથી સવારના ૬ વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અમલમાં રહેશે. આ રાત્રી કરફ્યુના સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. ઉપરાંત બિમાર વ્યક્ત, સર્ગભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેડેન્ટ સાથે અવરજવરની છૂટ સહિતના નિયમો યથાવત રહેશે.
તમામ દુકાનો, વાણીજ્ય સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિગ કોમ્પલેક્ષ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારના ૯ થી બપોરના ૩ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. જયારે રેસ્ટોરન્ટસ સવારના ૯ થી રાત્રીનના ૯ સુધી ટેક અવે અને હોમ ડિલીવરીની સુવિધા ચાલુ રાખી શકશે. આ ઉપરાંત લગ્નમા મહત્તમ ૫૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. અંતિમક્રિયા-દફનવિધિ માટે મહત્તમ ૨૦ વ્યક્તિઓની મંજૂરી સહિતના નિયમો યથાવત રાખવામાં આવ્યા છે. આ જાહેરનામું દાહોદ નગરપાલિકા વિસ્તારમાં તા. ૨૮ મે થી આગામી તા. ૪ જુનના સવારના ૬ વાગ્યા સુધી અમલમાં રહેશે.

