દાહોદના ગોદીરોડ ટીચર્સ સોસાયટીમાંં બંધ મકાન તસ્કરો ત્રાટક્યા
દાહોદ તા.૫
દાહોદ શહેરમાં એક બંધ ખાલી મકાનમાં તસ્કરોએ મકાનનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યાે હતો પરંતુ મકાનમાં કોઈ સરસામાન ન મળતા તસ્કરોને વીલા મોઢે પરત ફર્યા હતા પરંતુ પોતાના મકાનમાં ચોરી થયા હોવાની મકાન માલિકને જાણ થતાં તાબડતોડ દોડી આવ્યા હતા.
દાહોદ શહેરમા ગોદી રોડ ખાતે ટીચર્સ સોસાયટીમાં રહેતા ર્ડા.ઉમેદ નાયકના બંધ અને ખાલી મકાનમાં ગત મધ્યરાત્રીના સમયે તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ પરંતુ મકાનમાં કોઈ સરસામાન ન હોવાની તસ્કરોની જાણકારી ન હતી અને બંધ મકાનનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યાે હતો અને મકાનમાં કોઈ સામાન ન મળતા ચોરો વીલા મોઢે પરત ફર્યા હોવાનુ જાણવા મળે છે જ્યારે સમાચાર લખાય છે ત્યા સુધી હાલ આ બાબતની કોઈ ફરિયાદ પોલીસના ચોંપડે નોંધાવા પામી નથી.
————————————————————