ઇન્દોર – અમદાવાદ નેશનલ હાઇવે ઉપર એલપીજી ગેસ ભરેલા ટેન્કરને કેબિનમાં લાગી આગ: સદભાગ્યે કોઈ જાનહાની નહિ,ઘટનાને પગલે કતવારા પોલીસે સલામતીના તાબડતોબ એક તરફનો હાઈવે બંધ કરી લોકોને દૂર કર્યા,અગ્નિશામક

દાહોદ તા.30

દાહોદ તાલુકાના કતવારા પાસે એલપીજી ગેસ ટેન્કરના કેબીનમાં એકાએક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે.જોકે અગ્નિશામક દળે તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂમાં લીધી હતી.ત્યારે ઘટનાના પગલે પોલિસે બંદોબસ્ત ગોઠવી હાઇવેને બંધ કરવાની ફરજ પડી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દહેજથી જીજે-12-AT-7225 નંબરના ટેન્કરમાં એલપીજી ગેસ ભરી ઉજ્જૈન જઈ રહ્યા હતા. જ્યાં રસ્તામાં દાહોદ તાલુકાના કતવારા ગામે ઇન્દોર-અમદાવાદ હાઇવે પર ટેન્કરના કેબિનમાં આગ લાગી જતા હાઇવે પર અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.જયારે ઘટનાના પગલે સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા. જોકે આગ વધુ ફેલાય તે પહેલા કતવારા પોલિસના જવાનો ઘટનાસ્થળે પહોંચી એક તરફનો હાઇવે બંધ કરવાની ફરજ પડી હતી. તેમજ સ્થાનિક લોકોને ઘટનાસ્થળેથી દૂર કર્યા હતા. ત્યારે ઘટનાની જાણ થતાં દાહોદ અગ્નિશામક દળના ફાયર ફાઇટરો તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવતા સોં કોઈએ રાહતનો દમ લીધો હતો. ત્યારે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!