દેવગઢ બારીઆના કાળીયાકુવા ગામનો બનાવ : એક યુવક પાસેથી વોટ્‌સએપ ગ્રૃપ એડમીને રૂા.૨૦ હજાર પડાવી લીધાં

દાહોદ તા.૩૦

દેવગઢ બારીઆ તાલુકાના કાળીયા કુવા ગામે ઓનલાઈન ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે જેમાં કાળીયાકુવા ગામે રહેતા એક એક યુવકે એક વોટ્‌સ ગ્રૃપ જાેઈન્ટ કર્યું હતું અને આ વોટ્‌સએપ ગ્રૃપના એડમીન દ્વારા ગ્રૃપમાં ૨૦,૦૦૦ જમા કરાવવા કહ્યું હતું અને આ નાણાં મુદ્દત સહિત પરત કરી આપવા પણ જણાવ્યું હતું. આ બાદ કાળીયાકુવા ગામના યુવકે ગ્રૃપ એડમીનના બેન્ક ખાતામાં ગુગલ પે મારફતે ૨૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા બાદ ગ્રૃપ એડમીને માત્ર ૩૩૦૦ પરત કરી બાકીના ૧૬,૭૦૦ પરત ન કરી અને મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દેતાં આ મામલે પોતાની સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી થઈ હોવાની ફરિયાદ યુવકે સાગટાળા પોલીસ મથકે નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

વોટ્‌સ ગ્રૃપના એડમીન જાેગેશ શ્રીકૃષ્ણા વિશ્વકર્મા (ઉર્ફે યોગેશ, નામ, ઠામ જણાવેલ નથી) દ્વારા “પૈસા તો બનેગા સ્ક્રિન શોટ” નામનું ગ્રૃપ બનાવ્યું હતું. આ ગ્રૃપમાં આ એડમીન દ્વારા રૂા.૨૦,૦૦૦ જમા કરાવો એટલે ઈન્વેસ્ટ કરવા તેના બદલામાં, દરરોજ ૧૧૦૦ રૂપીયા આપીશુ અને જ્યારે પૈસા જાેઈતાં હશે ત્યારે મુદ્દલ સહિત તે પૈસા પણ પરત મળી જશે તેમજ ૨૦,૦૦૦ સુરક્ષિત રહેશે અને આ સ્કીમ જ્યારે છોડવા માંગતા હોય ત્યારે પૈસા પણ પાછા મળી જશે તેવો ગ્રૃપમાં મેસેજ છોડ્યો હતો અને પોતાનું બેન્ક એકાઉન્ટ અને આઈ.એફ.સી. કોડ પણ આપ્યો હતો અને તે ખાતામાં પૈસા નાંખવા જણાવ્યું હતું. આ બાદ આ ગ્રૃપમાં મેમ્બર તરીકે કાળીયાકુવા ગામે નિશાળ ફળિયામાં રહેતો મિતુલકુમાર કિશોરસિંગ બારીયાઆ લોભામણી જાહેરાતમાં આવી ગયો હતો અને તેને ગુગલ પે મારફતે આ યોગેશ નામના ગ્રૃુપ એડમીનના ખાતામાં રૂા.૨૦,૦૦૦ ટ્રાન્ફર કરી દીધાં હતાં. ગ્રૃપ એડમેન યોગેશ દ્વારા મિતુલકુમારને ૩૩૦૦ પરત કરી દીધાં હતાં પરંતુ ત્યાર બાકીના રૂા.૧૬,૭૦૦ માટે મામલે મિતુલકુમાર અવાર નવાર યોગેશને ફોન તેમજ મેસેજ કરતાં કોઈ પ્રતિ ઉત્તર મળ્યો ન હતો અને આખરે યોગેશ દ્વારા પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આ સમગ્ર ઘટના તારીખ ૦૬.૧૧.૨૦૨૦મા સમયગાળા દરમ્યાન બની હતી ત્યારે આ સંબંધે કાળીયાકુવા ગામના મિતુલકુમાર દ્વારા આ સંબંધે પોતાની સાથે વિશ્વાસ ઘાત અને છેતરપીંડી થઈ હોવાની ફરિયાદ લઈ સાગટાળા પોલીસ મથકે પહોંચતાં આ સંબંધે સાગટાળા પોલીસે ગત તા.૨૯મી મેના રોજ ઉપરોક્ત વોટ્‌સએપના ગ્રૃપ એડમીન વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: