ટીમરડા ગામમાં કોરોના સામે રસીકરણની સમીક્ષા કરતા કલેક્ટરશ્રી તથા ડીડીઓશ્રી : ગામમાં આશા વર્કર્સ,આંગણવાડી કાર્યકર અને સરપંચો દ્વારા જનસંપર્કની પ્રભાવી કામગીરી કરવા સૂચન

દાહોદ કલેક્ટર શ્રી વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ કોરોના વાયરસ સામે કવચ આપતા વેક્સીનેશનની ચાલી રહેલી કામગીરીની સ્થળ સમીક્ષા કરવા માટે ટીમરડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. ત્યાં ગામમાં ચાલી રહેલી રસીકરણની કામગીરી પ્રત્યક્ષ નીહાળી હતી અને આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા.
આ બન્ને અધિકારીઓ ટીમરડા ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર વેક્સીનેશનની કામગીરી નીહાળી હતી. કેટલાક લાભાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યા હતો. જેમાં તેમણે વેક્સીન લેનાર વ્યક્તિને જણાવ્યું હતું કે આ કોરોના વાયસરની
શ્રી ખરાડી તથા શ્રી રાજે સ્થાનિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને વેક્સીનનો સંપૂર્ણ ઉપયોગ થાય એ રીતે સેશનનું આયોજન કરવું જોઇએ. આ માટે અગાઉથી જ લાભાર્થીઓને જાણ કરવામાં આવે અને નિયત સમયે આરોગ્ય કેન્દ્ર ઉપર આવીને વેક્સીન લઇ લે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ.
તેમણે લક્ષ્યાંક મુજબ રસીકરણની કામગીરી થાય તે માટે ગામમાં આશા વર્કર્સ,આંગણવાડી કાર્યકર અને સરપંચો દ્વારા જનસંપર્ક કામગીરી પ્રભાવી રીતે થાય એ જોવા પણ આરોગ્યકર્મીઓને કહ્યું હતું.

