દાહોદ ના ગોદી રોડ ખાતે કલેક્ટર શ્રી અધ્યક્ષસ્થામાં દબાણો દૂર કરવામાં આવ્યા

દાહોદ તા.૧૧

કલેક્ટરની અધ્યક્ષસ્થામાં નગરપાલિકાની ટીમ,પોલીસ ટીમને સાથે રાખી આજે ગોદી રોડ વિસ્તારમાં તંત્રએ ધામા નાંખ્યા હતા અને આ વિસ્તારમાં હંગામી દબાણ,આડેધડ પાકિઁગ થયેલા વાહનો તેમજ સ્વચ્છતા ન જાળવતા દુકાનદારો વિગેરે સામે લાલ આંખ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં કલેક્ટરના આગમન સાથે જ દબાણકર્તાઓ વિગેરેમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અને ઘણા દુકાનદારોએ સ્વૈચ્છાએ પોતાના દબાણ તેમજ દુકાનોના છુકાવને દુર કરી દીધા હતા ત્યારે કેટલીક દુકાનો તેમજ ગલ્લાઓના છુકાવને પણ તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યા હતા અને દુકાનો,હોÂસ્પટલ આગળના ઓટલા વિગેરે ઉપર પણ બુલડોઝર ફેરવી નાંખી તોડી પાડતા આ વિસ્તારમાં તંત્રએ સપાટો બોલાવ્યો હતો.

દાહોદ શહેર સ્માર્ટ સીટી તરફ પ્રયાણ કરી રહ્યુ છે ત્યારે આ બાબતે ગંભીર નોંધ લઈ તંત્ર દ્વારા હાલ પ્રાથમીક તબક્કે હંગામી દબાણ,આડેધડ પા‹કગ તેમજ સ્વચ્છતા અંગે ઝુંબેશ ચલાવી શહેરમાં ઠેર ઠેર કલેક્ટર દ્વારા પોતાની સાથે પોલીસ કાફલો,નગરપાલિકાના સત્તાધિશો વિગેરેને સાથે લઈ શહેરના હંગામી દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને દુકાનદારો સહિત મકાન માલિકોને સ્થળ પર જ નોટીસ ફટકારી કાર્યવાહી પણ કરવામાં આવી છે ત્યારે ક્યા વિસ્તારમાં તંત્ર ધામા નાંખશેની નગરજનોની ચર્ચાઓ વચ્ચે આજરોજ શહેરના ગોદી રોડ વિસ્તારનો વારો આવ્યો હતો. આજે પણ ખુદ કલેક્ટર વિજય ખરાડીની નીગરાની હેઠળ પાલિકાના તંત્રના સત્તાધિશો તેમજ પોલીસ કાફલા સાથે આજે સવારે ગોદી રોડ વિસ્તાર તરફ પગપાળા નીરીક્ષણ માટે નીકળ્યા હતા. આ વિસ્તારમાં કલેક્ટરના આગમન સાથે જ આ વિસ્તારની ઘણી દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી અને લારી પથારાવાળા પણ ગાયબ થઈ ગયા હતા. આ વિસ્તારમાં દુકાનોની આગળના હોટલા ઉપર ના જુકાટ અમુક દુકાનદારોએ સ્વૈછીક દુર પણ કરી દીધા હતા જ્યારે કેટલાક દુકાનોની આગળના હોટલા ઉપર ના જુકાટ બુલડોઝરની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.હોસપીટલ,દુકાન વિગેરે જેવા સ્થળોએ હંગામી દબાણ જેવા કે, ઓટલા,વધારાની રોકેલ જગ્યા વિગેરેને બુલડોઝરની ઉખેડી નાખવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે પણ લાલ આંખ કરી ઘણી મોટરસાઈકલને જપ્ત કરી ડીટેઈન પણ કરવામાં આવી હતી. કલેક્ટરના આગમનની માહિતી મળતા જ દુકાનદારોમાં એકક્ષણે અફરા તફરીનો માહોલ પણ સર્જાયો હતો અને પોત પોતાના છુકાવો,હંગામી દબાણો સ્વૈચ્છીક દુર કરતા પણ નજરે પડ્યા હતા. આ વિસ્તારમાં કલેક્ટરે જાતે પદયાત્રા સાથે દુકાનદારો વિગેરેને સ્વચ્છતા જાણવવા સહિત પાકિઁગ સુવ્યવસ્થી કરવા સુચના પણ આપવામાં આવી હતી. પહેલા  સ્ટેશન રોડ બાદમાં પડાવ અને હવે જ્યારે ગોડી રોડનો વારો આવ્યો છે ત્યારે  હવે તંત્ર આગામી દિવસોમાં ક્યા વિસ્તારનો એક્શન પ્લાન તૈયાર કરી કાર્યવાહી કરશે જેવી અનેક ચર્ચાઓએ જાર પકડ્યું છે. હાલ તો તંત્રની આ તમામ બાબતની ઉત્કૃષ્ઠ કામગીરીના પગલે નગરજનોમાં આનંદ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!