કોરોના વાયરસ મહામારીએ અર્થવ્યવસ્થાની કમર તોડી દીધી છે : લેટેસ્ટ આંકડા જણાવે છે કે કોરોનાની બીજી લહેરને કારણે ભારતમાં એક કરોડથી વધુ લોકો બેરોજગાર થયા છે : બીજી તરફ કોરોના મહામારીની શરૂઆતથી લઇને અત્યાર સુધી આશરે ૯૭ ટકા પરિવારોની ઇનકમ ઘટી ગઇ છે


(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧

સેન્ટર ફોર ઇન્ડિયન ઇકોનોમીના ચીફ એક્ઝિક્યૂટિવ મહેશ વ્યાસે આ આંકડા જાહેર કર્યા છે. મહેશ વ્યાસે જણાવ્યુ કે મે મહિનામાં બેરોજગારીનો દર ૧૨ ટકા સુધી પહોચી શકે છે, જે એપ્રિલમાં ૮ ટકા પર હતું.
આ દરમિયાન આશરે એક કરોડ લોકોની નોકરી ગઇ છે, જેનું મુખ્ય કારણ કોરોનાની બીજી લહેર જ છે. મહેશ વ્યાસ અનુસાર, હવે જ્યારે આર્થિક ગતિવિધિઓ ખુલી રહી છે તો કેટલીક તકલીફ ઓથી થશે, પુરી નહી થાય.
મહેશ વ્યાસે જણાવ્યુ કે જે લોકોની નોકરી ગઇ છે, તેમણે પરી રોજગાર ઘણો મુશ્કેલીથી મળી રહ્યો છે. કારણ કે ઇન્ફૉર્મલ સેક્ટર તો કેટલીક હદ સુધી રિકવર કરી રહ્યુ છે પરંતુ જે ફોર્મલ સેક્ટર છે અથવા સારી ક્વોલિટીની નોકરી છે, તે વિસ્તારમાં વાપસીમાં હજુ સમય છે.
મહત્વપૂર્ણ છે કે મે ૨૦૨૦માં બેરોજગારીનો દર ૨૩.૫ ટકા સુધી પહોચી ગયો હતો ત્યારે નેશનલ લૉકડાઉન લાગેલુ હતું પરંતુ આ વર્ષે જ્યારે કોરોનાની બીજી લહેર આવી તો ધીમે ધીમે રાજ્યોએ પોતાના સ્તર પર પ્રતિબંધ લગાવ્યા અને જે કામ શરૂ થઇ ગયા હતા તે ફરી બંધ થઇ ગયા.
મહેશ વ્યાસ અનુસાર, જાે બેરોજગારી દર ૩-૪ ટકા સુધી રહે છે તો તે ભારતીય અર્થવ્યવસ્થા માટે નોર્મલ માનવામાં આવશે. ઝ્રસ્ૈંઈ તરફથી આશરે ૧૭.૫ લાખ પરિવારોમાં સર્વે કરવામાં આવ્યો હતો જેમાં પરિવારની ઇનકમને લઇને જાણકારી લેવામાં આવી હતી. કોરોના કાળમાં કેટલાક પરિવારોની ઇનકમ પહેલાના મુકાબલે ઘણી ઓછી થઇ ગઇ છે.
વ્યાસે કહ્યું હતું કે ૩-૪% બેરોજગારી દર આપણી ઈકોનોમી માટે સામાન્ય છે. આગામી સમયમાં બેરોજગારી દરમાં ઘટાડો થશે. ઝ્રસ્ૈંઈએ એપ્રિલમાં ૧.૭૫ લાખ પરિવારો પર એક દેશવ્યાપી સર્વે કર્યો હતો. એ સર્વેમાં છેલ્લા એક વર્ષથી કમાણીમાં મુશ્કેલી ઊભી થતી હોવાનો ટ્રેન્ડ સામે આવ્યો હતો. સર્વેમાં માત્ર ૩% પરિવારોની આવક વધી હોવાની વાત સામે આવી હતી, જ્યારે ૫૫% લોકોએ કહ્યું છે કે તેમની આવકમાં ઘટાડો થયો છે, જ્યારે ૪૨% લોકોએ કહ્યું છે કે તેમની આવકમાં કોઈ ફેરફાર આવ્યો નથી. તેથી જાે મોંઘવારીની દૃષ્ટિએ જાેવામાં આવે તો ૯૭% પરિવારોની કમાણી ઘટી છે.
ઝ્રસ્ૈંઈના આંકડા
• કોરોનાની બીજી લહેરમાં બેરોજગારીઃ ૧૦ મિલિયનથી વધુ
• શહેરી બેરોજગારી દર (મે) ઃ ૧૪.૭૩%
• ગ્રામીણ બેરોજગારી દર (મે) ઃ ૧૦.૬૩%
• દેશવ્યાપી બેરોજગારી દર (મે) ઃ ૧૧.૯૦%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: