દાહોદ શહેરના વોર્ડ નંબર ૦૬માં વીજની ખુલ્લી ડીપીના કરંટથી એક ગાયનું મોત : લોકોમાં ફફડાટ સાથે રોષની લાગણી વ્યાપી
દાહોદ તા.૦૨
દાહોદ શહેરના વોર્ડ નંબર ૦૬ મોટાઘાંચીવાડ વિસ્તારમાં ચાલુ વીજ ડીપી ખુલ્લી હાલતમાં હોવાને કારણે ત્યાંથી પસાર થઈ રહેલ એક એક ગાય આ વીજ ડીપીના સંપર્કમાં આવી જતાં અને તેને કરંટ લાગતાં ઘટના સ્થળ પર અબોલા પશુ ગાયનું મોત નીપજ્યું હતું.
સ્માર્ટ સીટી દાહોદમાં અનેક વિધ કામો પ્રગતિના પંથ પર વધી રહ્યાં છે પરંતુ ક્યાંકને ક્યાંક આ કામોને કારણે શહેરવાસીઓને અનેક મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. મંથર ગતિએ ચાલતી કામગીરી અને અનુભવી કોન્ટ્રાક્ટર અને તજજ્ઞોના અભવાને શહેરમાં આડેધડ કામગીરી કરવામાં આવી રહી હોવાની પણ ભારે ચર્ચાઓએ જાેર પકડ્યું છે ત્યારે વાત કરી શહેરના વોર્ડ નંબર ૦૬ની તો આ વોર્ડ નંબરના મોટાઘાંચીવાડ, ફાતેમાં મસ્જીદ આગળ આવેલી એક ખુલ્લી અને વીજ પ્રવાહ ચાલુ એવી મધ્ય ગુજરાત વીજ કંપનીની ડીપીની સામે લોખંડના વિજપોલમાંથી નીકળતાં કરેટે આજે એક અબોલા પશુનો જીવ લઈ લીધો છે. ગાયના મોતને પગલે સ્થાનીકોમાં ભયનો માહોલ પણ ઉભો થવા પામ્યો છે. આજે એક નિર્દાેષ અને અબોલા પશુએ જીવ ગુમાવ્યો છે તો ક્યારે કોઈ માનવ જાતને હાની પહોચશે તો તેની જવાબદારી કોણી? જાણવા મળ્યા અનુસાર, અહીંના સ્થાનીકો દ્વારા સંલગ્ન તંત્રને અનેકવાર રજુઆત કરવા છતાંય આજદિન સુધી આ વીજ ડીપીનું સમારકામ અથવા તો કોઈ ચોક્કસ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં સંલગ્ન તંત્ર દ્વારા આ ડીપી તરફ ધ્યાન દોરે તે અત્યંત આવશ્યક બન્યું છે.




