દાહોદ તાલુકાના ગલાલીયાવાડમાં આજથી બે વર્ષ અગાઉ સાળી – બનેવી વચ્ચે આડા સંબંધ હોવાના પોસ્ટરો કેટલાંક ઈસમો દ્વારા લગાવ્યાં બાદ આ મામલે ધિંગાણું મચતાં ગતરોજ પોલીસમાં ફરિયાદ

દાહોદ તા.૦૩
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે સાળી - બનેવી વચ્ચે આડા સંબંધો હોવાના બે વ્યક્તિઓ દ્વારા પોસ્ટરો તૈયાર કરી વિસ્તારમાં લગાવી દઈ આડા સંબંધો વિશેના મેસેજાે મોબાઈલ ફોન પર મોકલ્યાં બાદ સાળીની નણંદને ખોટા આક્ષેપો કરી ચાર જેટલા ઈસમોએ એક ફોર વ્હીલર ગાડીમાં સવાર થઈ ઘરે આવ્યાં હતાં અને સાળીના પતિનો કોલર પકડી માર મારી ભારે ધિંગાણું મચાવી મારી નાંખવાની ધમકી આપી ચારે જણા નાસી જતાં આ સંબંધે સાળી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવ્યાંનું જાણવા મળે છે.
ગલાલીયાવાડ ગામે મકવાણા ફળિયામાં રહેતાં સારાબેન જવસીંગભાઈ મકવાણા અને પ્રકાશભાઈ જવસીંગભાઈ મકવાણાએ આજથી બે વર્ષ પહેલાં પોતાના જ ફળિયામાં રહેતી રીટાબેન અમીતભાઈ મકવાણા અને તેમના બનેવી વિશે બંન્ને વચ્ચે આડા સંબંધો હોવાના પોસ્ટરો તૈયાર કરાવી જાહેર રસ્તા પર ઈલેક્ટ્રીક થાંભલા પર આ પોસ્ટરો લગાવ્યાં હતાં અને ગત તા.૧૧.૦૫.૨૦૨૧ના રોજ સાળી - બનેવીના મોબાઈલ ફોન પર પ્રકાશભાઈએ બંન્ને વચ્ચેના આડા સંબંધો વિશે મેસેજાે મોકલ્યાં હતાં. આ બાદ પંકજભાઈ જવસીંગભાઈ મકવાણાએ રીટાબેનની નણંદને ખોતા આક્ષેપો કરી ફોન ઉરપર ઝઘડો તકરાર કર્યાે હતો અને બાદમાં ગઈકાલ એટલે કે, તારીખ ૦૧.૦૬.૨૦૨૧ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના સુમારે રીટાબેનને ઘરે સારાબેન જવસીંગભાઈ મકવાણા, પ્રકાશભાઈ જવસીંગભાઈ મકવાણા, પંકજભાઈ જવસીંગભાઈ મકવાણા અને પ્રગ્નેશભાઈ ઉર્ફે ભોલુભાઈ મકવાણાનાઓએ ફોર વ્હીલર ગાડીમાં સવાર થઈ આવ્યાં હતાં અને રીટાબેનના પતિ અમીતભાઈનો કોલર પકડી તેઓને ગડદાપાટ્ટુનો માર માર્યાે હતો અને શરીરે ઈજાઓ પહોંચાડી હતી. બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તને આજે નહીં તો કાલે છોડીશું નહીં, તેવી ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવી ચારેય જણા નાસી જતાં આ સંબંધે રીટાબેન અમીતભાઈ મકવાણાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
